સમી રાધનપુર હાઇવે પરથી રૂ.21.60 લાખનો વિદેશી દારૂની ભરેલી ટ્રક ઝડપાઇ

liquor
ફાઈલ તસ્વીર
- Advertisement -

This browser does not support the video element.

Radhanpur

સમી રાધનપુર (Radhanpur) હાઇવે પર વિદેશી દારૂની હેરાફેરીની બાતમી મળી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ ભુજએ વિદેશી દારૂ ભરેલી ટ્રક અને ચાલકને ઝડપી પાડ્યા હતા. ટ્રકમાંથી રૂ. 21.60 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ભુજ સાયબર ક્રાઇમ પોલીસે સમી રાધનપુર (Radhanpur) હાઇવે પર વરાણા નજીક પુલ પર સોમવારે રાત્રે વોચ ગોઠવી જીજે 3 બીવી 8369 નંબરની ટ્રક રોકીને તેની તપાસ કરતા વિદેશી દારૂની 480 પેટીમાંથી 5760 બોટલ મળી આવી હતી.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : સોનુ સૂદે નોઇડાના 20,000 પ્રવાસી શ્રમિકોને ઘર આપવાની ઘોષણા કરી

ઉપરાંત સિદ્ધપુર પોલીસે હાઇવે પરથી દેથળી સર્કલ નજીકથી એસેન્ટ કારમાંથી રૂ.74000 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ગાડીમાંથી કિ. રૂ. 74,125ની 549 વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ રૂપિયા 5,000, 1 લાખની ગાડી મળી કુલ રૂ. 1,79,148 જપ્ત કર્યો હતો. તેમજ કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ જુઓ : Monsoon : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં પડ્યો વરસાદ

પોલીસે કિંમત રૂ.2160000નો દારૂ, ટ્રક, તાડપત્રી, મોબાઈલ અને રોકડ રૂ.1300 મળી કુલ રૂ.28,68,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ ટ્રક ચાલક અને દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર તમામ સામે ગુનો નોંધાવ્યો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.