Heavy Rains

વરસાદી (Monsoon) ઋતુમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. વરસાદના કારણે કેટલીક જગ્યાએ પૂરની પણ સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં આ વખતે ઓગસ્ટ મહિનામાં જ 100 ટકાથી વધુ વરસાદ (Monsoon) વરસી ગયો છે. ત્યારબાદ 26મી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ ઘટશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 26થી 29મી ઓગસ્ટ સુધી વરસાદમાં રાહત મળશે. તેમજ 26 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સુરત અને કચ્છમાં વરસાદ રહશે. જ્યારે અન્ય જિલ્લામાં વરસાદનું જોર ઘટશે.

છેલ્લા 24 કલાકમાં એટલે મંગંળવારે રાતે 12 કલાક સુધીમાં રાજ્યનાં 141 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છનાં લખપતમાં 2.76 ઇંચ નોંધાયો છે. વરસાદની આંકડા પ્રમાણે, બનાસકાંઠાનાં વાવમાં 62mm, ભાભરમાં 56mm, ધાનેરામાં 51 અને દિઓગરમાં 49mm વરસાદ વરસ્યો છે.

આ પણ જુઓ : Delhi : સંસદ ભવન પાસેથી શંકાસ્પદ વ્યક્તિ પકડાયો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં 26થી 29 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટશે. આ ઉપરાંત 30 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : ગણેશ વિસર્જનના સમયે જાણો કયા માર્ગ કરાયા બંધ

4 સપ્ટેમ્બરના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. ત્યારબાદ 7 થી 12 સપ્ટેમ્બર સુધી ફરી વરસાદ પડશે. કચ્છમાં મંગળવાર સુધીમાં 213.57 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં સરેરાશ 141.35, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 92.29 ટકા થયો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 92.22 ટકા થયો છે. સમગ્ર રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 4 ટકા જેટલો વધીને 106.78 ટકા થયો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024