Keshubhai Patel
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ (Keshubhai Patel)નું કાર્ડિયાક અરેસ્ટના કારણે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. જે બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો હતો. વિજય રૂપાણીએ ધારીની સભામા શોક વ્યકત કર્યો.
કેશુભાઇ પટેલનો જન્મ 24 જુલાઇ 1928ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી પદ પર રહ્યા હતા.
આ પણ જુઓ : PM મોદીએ કોરોના વેક્સીનને લઈ કરી મોટી જાહેરાત
તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. 2 ઓક્ટોબર 2001ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. 2002ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. કેશુભાઈ પટેલના નિધનથી ગુજરાતના રાજકારણમાં મોટી ખોટ પડી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.