MadhavSingh Solanki

ગુજરાતના પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીનું (MadhavSingh Solanki) નિધન થયું છે. માધવસિંહ સોલંકીએ 94 વર્ષે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ ગુજરાત કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના પિતા હતા. દિલ્હીના વરિષ્ઠ નેતા આવતી કાલે ગાંધીનગર અંતિમ વિધિમાં હાજરી આપવા આવશે.

માધવસિંહ સોલંકીએ (MadhavSingh Solanki) ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો  રેકોર્ડ બનાવ્યો હતો. જેને હજી સુધી નરેન્દ્ર મોદી પણ તોડી નથી શક્યા. આ ઉપરાંત ગુજરાતના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે.

આ પણ જુઓ : હોસ્પિટલમાં આગ લાગતા 10 બાળકોના મોત, 7ને બચાવી લેવાયા

માધવસિંહ સોલંકીએ (MadhavSingh Solanki) ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. તેઓ કૉંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ “ખામ થિયરી” માટે જાણીતા થયા, જે વડે તેઓ 1980માં ગુજરાતમાં સત્તામાં આવેલા.

Former Gujarat CM Madhav Singh Solanki dies at Age 94

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024