પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈના હસ્તે લીલીવાડી ડૉ.આંબેડકર ચોક ખાતે પાણીની પરબ નું ઉદ્ઘાટન કરાયુ
સામાજિક અને રાજકીય આગેવાન તેમજ ધી રોહિત સમાજ સહકારી ધિરાણ મંડળી, પાટણ ના ચેરમેન અશોકભાઈ એમ.પરમાર (બેપાદરવાળા) ના સૌજન્ય થી લીલીવાડી વિસ્તારના લોકોને ઉનાળાની ગરમીમાં રાહત મળે તે હેતુથી પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈના વરદ હસ્તે લીલીવાડી ડૉ.આંબેડકર ચોક ખાતે પીવાના ઠંડા પાણી ની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ, પાટણ તાલુકા ભાજપના મહામંત્રી જલુજી ઠાકોર, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ગીરીશભાઈ પટેલ, રાજેન્દ્ર કે. હિરવાણીયા, પરેશભાઇ મકવાણા, રવિધામ પ્રમુખ વિનોદભાઈ સોલંકી, મહામંત્રી નરેન્દ્રભાઈ પરમાર, મણીલાલ સોલંકી, સમાલ ગોળ રોહિત સમાજ પ્રમુખ રામજીભાઈ મિસ્ત્રી, દિનેશ પરમાર, પ્રજ્ઞેશ પરમાર, ડી.ટી.પરમાર, બકુલભાઈ ડોડીયા વિગેરે પાટણ જીલ્લા અને શહેરના સામાજિક અને રાજકીય પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ અને આ વિસ્તારના રહીશો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધી રોહિત સમાજ સહકારી ધિરાણ મંડળી, પાટણ ના ચેરમેન અશોકભાઈ એમ.પરમાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ઉનાળામાં આ વિસ્તારમાં પીવાના પાણીની પરબ બનાવી આ વિસ્તારના લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપવાનું કામ કરી રહ્યા છે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ