gopal bhuvan

પાટણ મામલતદાર ના વરદહસ્તે રૂપિયા પાંચ હજારનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાયુ.

પાટણ શહેર ની એમ એન પ્રાથમિક શાળા સંકુલ ખાતે શનિવારના રોજ પ્રધાનમંત્રી પોષણક્ષમ આહાર અંતગર્ત તાલુકા કક્ષાની વાનગી હરિફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ૧૮ જેટલાં નિણૉયકો દ્વારા સ્પધૅકો એ તૈયાર કરેલી વાનગી નો રસાસ્વાદ ચાખી પાટણ શહેરની ગોપાલ ભુવન શાળામાં છેલ્લા વીસ વર્ષથી મધ્યાહન ભોજન યોજના ની કામગીરી સંભાળી રહેલાં મધ્યાહન ભોજન સંચાલિકા દેવિકાબેન ત્રિવેદી દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈડલી સંભાર ની સ્વાદિષ્ટ વાનગી ને પસંદ કરી તેઓની વાનગી ને પ્રથમ નંબર આપ્યો હતો.

તાલુકા કક્ષાની આયોજિત વાનગી સ્પર્ધા માં પ્રથમ ક્રમાંક મેળવનાર દેવિકાબેન નું પાટણ મામલતદાર ચાર્મીબેન પટેલના વરદ હસ્તે રોકડ રકમ રૂપિયા 5,000 અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ.

આજ રોજ વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોમાં ઉતર ગુજરાત યુવક મંડળ સંચાલિત ગોપાલ ભુવન શાળાના મધ્યાહન ભોજન યોજના સંચાલક દેવીકાબેને દ્વારા તૈયાર કરવામાં આવેલ મીકસ વેજીટેબલ ઈડલી અને ગોળ ટામેટા ની ચટણીને નિણૉયકોએ પણ હોસે હોસે આરોગી અભિનંદન પાઠવ્યા હતા.તો આગામી દિવસોમાં યોજાનાર જિલ્લા કક્ષાની વાનગી હરિફાઈ માં દેવિકાબેન ભાગ લઈ વિજેતા બને તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024