Pranab Mukherjee

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)ની તબિયત સતત બગડી રહી છે. પ્રણવ મુખર્જી હાલ કોમામાં જતા રહ્યા છે. તેઓ સતત વેન્ટિલેટર સપોર્ટ પર છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલને મેડિકલ બુલેટીન જારી કરીને કહ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ છેલ્લા 16 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે અને બ્રેઈન સર્જરી બાદ તેમની સ્થિતિ ગંભીર છે. મંગળવારથી તેમની સ્થિતિ બગડી છે.

આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)ના ફેફસામાં સંક્રમણ ફેલાઈ ગયુ છે. તેમની કિડનીની સ્થિતિ મંગળવારથી ઠીક નથી. તેમની હાલત હીમોડાયનેમિકલી સ્ટેબલ થઈ ગઈ છે. હીમોડાયનેમિકલી સ્ટેબલ હોવાનો અર્થ એ છે કે દર્દીનું હૃદય સારી રીતે કામ કરી રહ્યુ છે અને શરીરમાં લોહીનો સંચાર સામાન્ય છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.