HTC

સુરત શહેરની HTC માર્કેટના વેપારી સાથે 11.44 કરોડની છેતરપિંડી થઈ છે. ઠગો એ વેપારીઓનું પેમેન્ટ અટકાવીને 11.44 કરોડનો ચૂનો ચોપડીને રફૂચક્કર થઈ ગયા છે. તો આંજણા સ્થિત HTC માર્કેટના સંખ્યાબંધ સાડી વેપારી અને એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓનું પેમેન્ટ ચૂકવ્યા વિના ફરાર થઈ જતા બે વેપારી અને 31 જોબવર્ક કરનારાઓના રૂ.11.44 કરોડ ફસાયા છે.

આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં બે વેપારીએ ફરાર વેપારી, પરિવારજનો અને બે દલાલ વિરુદ્ધ રૂ.11.44 કરોડની છેતરપિંડીની બે ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ સુરતના આંજણા સ્થિત HTC માર્કેટમાં રિદ્ધિ ટેક્ષ્ટાઈલ અને અને રોનક ક્રિએશનના નામે કાપડના વેપાર કરતા કૈલાશ વિજયરાજ ભાદાણીએઉઠમણું કરતા માર્કેટના સંખ્યાબંધ સાડી વેપારી અને સાડી ઉપર એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓના કરોડો રૂપિયા ફસાયા હતા.

તો સુરતના વેસુ આગમ ક્રોસ રોડની સામે સ્ટાર ગેલેક્સી ડી-716 માં રહેતા અને રીંગરોડ અનુપમ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં જી.એસ.સીન્થેટીક્સના નામે સાડીના વેપાર કરતા જીતેન્દ્રકુમાર રઘુનંદપ્રસાદ ગુપ્તા પાસેથી બિહારના શહરશાહમાં શ્રી હનુમાન ટેક્ષ્ટાઇલના નામે દલાલીનું કામ કરતા પરિચિત દલાલ પ્રતાપ જૈને ગત 13 સપ્ટેમ્બર 2019 થી 4 સપ્ટેમ્બર દરમિયાન કુલ રૂ.4,96,75,384 ની મત્તાની સાડી કૈલાશ ભાદાણી, તેની પત્ની સોનુ, પિતા વિજયભાઈ અને સસરા સમરથલ ચોરડીયાને અપાવી હતી.

જોકે, આ તમામે તેનું પેમેન્ટ કર્યું ન હતું અને 15 દિવસ અગાઉ જીતેન્દ્રકુમારને દુકાને બોલાવી કૈલાશે સાઢુભાઈ અરવિંદ જૈન સાથે વાત કરવા કહ્યું હતું. અરવિંદે રૂ.1 કરોડમાં સેટલમેન્ટ કરવા કહેતા કૈલાશભાઈએ ના પાડી તો તમામે તેમને ધમકી આપી અને ત્યારબાદ ઉઠમણું કર્યું હતું.

તો જીતેન્દ્રભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આવી રીતે જ કૈલાશ, તેની પત્ની સોનુ, પિતા વિજયરાજે દલાલ અનિલ દુર્ગાદત્ત શર્મા મારફતે રીંગરોડ પ્રાઈમ પ્લાઝા ટેક્ષ્ટાઈલ માર્કેટમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ ફેબ્રિક્સ અને શુભલાભ ક્રિએશનના નામે સાડીનો વેપાર કરતા રાજેશભાઈ મોહનલાલ અગ્રવાલ પાસેથી પણ ગત 8 નવેમ્બર 2019 થી 28 ઓગષ્ટ 2020 દરમિયાન કુલ રૂ.1,88,37,604 ની સાડી ખરીદી પેમેન્ટ કર્યું ન હતું. અને ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા.

આ ઉપરાંત કૈલાશ અને અન્યોએ 10 એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓના રૂ.1,65,50,199 પણ ન ચુકવતા કુલ રૂ.3,53,87,803 ની છેતરપિંડી અંગે રાજેશભાઈએ આજરોજ સલાબતપુરા પોલીસ મથકમાં કૈલાશ, તેની પત્ની સોનુ, પિતા, દલાલ અનિલ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કુલ બે વેપારી અને 31 જોબવર્ક કરનારાઓના રૂ.11.44 કરોડ નહીં ચુકવનારા કૈલાશ અને અન્યોની સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024