Vilaj Group

વિલાજ ગ્રુપ (Vilaj Group) પાટણ દ્વારા છેલ્લા એક માસથી શહેરના વિવિધ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરાય છે. પર્યુષણનાં પાવન પર્વ નિમિત્તે ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરાયું..

પાટણ શહેરમાં વ્યાપેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને છેલ્લા એક મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં વિલાજ ગ્રુપ (Vilaj Group) પાટણ દ્વારા આયુર્વેદિક વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવેલા અને કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરતા ઉકાળાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.

આવતીકાલથી શરૂ થતાં જૈન સમાજના પવિત્ર પર્યુષણ નાં પાવન શુભારંભને ધ્યાનમાં રાખીને વિલાજ ગૃપ (Vilaj Group) દ્વારા શહેરના પંચાસર જૈન દેરાસર સામે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે આ વિસ્તારમાં સેનેટાઈઝર દવાનો છંટકાવ કરી કોરોનાની સંક્રમણને અટકાવવા પ્રયાસ પણ કર્યા છે. વિલાજ ગ્રુપ પાટણની કોરોનાની મહામારીનાં કપરા સમયમાં શરૂ કરવામાં આવેલ આ સેવાકીય પ્રવૃત્તિને સૌ એ સરાહનીય લેખાવી હતી.

વિલાજ ગ્રુપ પાટણના પ્રમુખ લાલેશભાઈ ઠકકરે જણાવ્યું હતું, કે જ્યાં સુધી પાટણમાં કોરોનાની સંક્રમણ રહેશે ત્યાં સુધી વિલાજ ગ્રુપ પાટણ દ્વારા આ આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવામાં આવશે.

છેલ્લા એક મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં વિલાજ ગૃપ દ્વારા આયોજિત આયુર્વેદિક ઉકાળાના આ વિતરણ કાયૅક્રમમાં ગૃપનાં પ્રમુખ લાલેશભાઈ ઠકકર સહિત ગૃપના જગદીશભાઈ ઠક્કર, વિપુલભાઈ ઠકકર, બળદેવભાઈ ઠક્કર, સહિતનાં કાયૅકરો પોતાની નિઃસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે.

 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024