Surat
કોરોના મહામારી ને લઇ રાજ્યમાં અને ખાસ તો સુરત (Surat) શહેરમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને વાહન વ્યવહાર કમિશનર કચેરી તરફથી એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે સુરત શહેરમાં તા. 13મીથી લઈને વધુ સાત દિવસ માટે એસ.ટી. બસોનું સંચાલન બંધ રહેશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અનલોક – 1 તથા 2ની ગાઇડલાઇન મુજબ એસ.ટી બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, બસોનું સેનિટાઇઝેશન, વગેરે તકેદારી સાથે આખા રાજ્યમાં શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ જુઓ : Rajasthan : સમલૈંગિક પત્નીએ પતિના કર્યા એવા હાલ કે બધા અંગો પણ ના મળ્યા..
ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ સુરતમાં આવતી અને સુરત (Surat)થી ઉપડતી તમામે એસ.ટી. બસો અને ખાનગી બસોનું સંચાનલ તા: 27.07.2020 થી 12/08/2020 સુધી બંધ કરવામાં આવ્યું હતું. જેને તા- 13/08/2020 થી વધુ સાત દિવસ માટે લંબાવવામાં આવે છે.
આ પણ જુઓ : Pok માં ચીનના પ્રોજેક્ટના વિરોધમાં રેલી કાઢી, જાણો વિગત
ઉપરાંત આ સમયગાળા દરમિયાન ખાનગી વાહન, ગુડ્સ પરિવહન, ટ્રેક વગેરે રાબેતા મુજબ ચાલશે. આ સાથે રાજ્યમાં અન્ય વિસ્તારોમાં ખાનગી બસો તેમજ એસ.ટી. બસોનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.