શુક્રનું રાશિ પરિવર્તન : 1 ઓગષ્ટથી શુક્ર આ 8 રાશિને કરશે માલામાલ

પોસ્ટ કેવી લાગી?

Venus

  • શુક્ર (Venus) ગ્રહએ ધન અને સંપત્તી વૈભવ આપનારો ગ્રહ છે.
  • સામાન્ય રીતે આ ગ્રહનું રાશિ પરિવર્તન 23 દિવસે થાય છે.
  • પરંતુ 28 માર્ચથી આ ગ્રહ વૃષભ રાશિમાં હતો જે હવે ચાર મહિના પછી તે 1 ઓગષ્ટનાં રોજ પોતાની રાશિ બદલી રહ્યો છે.
  • આ સાથે જ શુક્ર (Venus) ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.
  • આ શુક્ર (Venus) ના પરિવર્તન આ છ રાશિઓને અચાનક ધનલાભ કરાવશે. અને માલામાલ કરી દેશે.

મેષ ( અ, લ, ઈ)

  • શુક્ર (Venus) ગ્રહ મેષ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે.
  • જે જાતકની પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
  • પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે.
  • નોકરી-ધંધાની સમસ્યાઓ પણ આ સમયે દૂર થઈ શકે છે.
  • આ સમયમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ભગવાન હનુમાનને સફેદ ફૂલો અર્પણ કરવા જેથી લાભ થશે.

વૃષભ (બ, વ, ઉ)

  • શુક્ર વૃષભ રાશિના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે.
  • આ સમયમાં આપની આર્થિક મુશ્કેલી દૂર થશે.
  • મિત્રો અને સબંધીઓ સાથેના સંબંધો મજબૂત થશે.
  • પત્ની અને માતા વચ્ચેનાં ખટરાગ હશે તો દૂર થશે. આ સમય જીવનમાં મધુરતા લાવશે.

મિથુન (ક, છ, ઘ)

  • શુક્રનું આપની રાશિમાં ગોચર કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ ફળદાયી બનશે.
  • શત્રુઓનો પરાજય થશે.
  • અપરિણીતનાં લગ્ન થશે.
  • વિદ્યાર્થીઓ માટે સારો સમય છે તેમને આ સમયમાં સારા પરિણામ મળશે.

કર્ક (ડ, હ)

  • શુક્ર (Venus) નું આ ગોચર તમારા માટે સુખ અને શાંતિ લાવશે
  • છેલ્લા કેટલાક સમયથી મોટુ નુકસાન થઈ રહ્યુ હતુ.
  • તે ખરાબ સમયનો અંત આવવા જઇ રહ્યો છે.

સિંહ (મ, ટ)

  • આપનાં માટે આ શુક્રનું (Venus) ગોચર સારુ છે.
  • મોટા કાર્યોમાં સફળતા મળશે.
  • આપની પ્રતિષ્ઠામાં વધારોથશે.
  • જો પ્રેમ સંબંધ હોય તો સફળતાનાં યોગ છે.
  • લગ્ન જીવનમાં દરેક ડગલે જીવનસાથીનો સહયોગ મળશે.

કન્યા (પ, ઠ, ણ)

  • આપના માટે આ ગોચર બાદ થોડી સમસ્યાઓ ઉભી કરી શકે છે.
  • આપને શારીરિક પીડા થઈ શકે છે.
  • આ સાથે જ કોઇ વાતનો તણાવ રહે.
  • માનસિક ચિંતામાં વધારો કરશે.
  • આ સમય આપનાં પૈસાનો બગાડ કરી શકે છે.

તુલા (ર, ત)

  • આ ગોચર તુલા રાશિના જાતકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થનાર છે.
  • શુક્ર તમારા ભાગ્ય સ્થાને એટલે કે 9મા સ્થાનમાં પ્રવેશ કરે છે.
  • શુક્ર 9 મા સ્થાનમાં આવવાથી તમારા લાંબા સમયથી અટકી પડેલા કાર્યો પૂર્ણ થશે.
  • તેમજ જમીન મકાનને લગતા કાર્ય પૂર્ણ થશે.

વૃશ્ચિક (ન, ય)

  • શુક્રના આ રાશિ પરિવર્તનથી વૃશ્ચિક રાશિના લોકોને મુશ્કેલીઓથી મુક્તિ મળશે.
  • પૈસે ટકે પરિસ્થિતિ સામાન્ય રહેશે, જોકે આ સમયમાં ખર્ચમાં નિયંત્રણ રાખશો.
  • બીનજરૂરી ખર્ચાથી દૂર રહેશો.

મકર (ખ, જ)

  • મકર રાશિના જાતકોને શુક્રના ગોચર પછી શત્રુઓ સાથે સ્થિર રહેવું પડશે.
  • આપે હિત શત્રુઓથી સાવધાન રહેવું.
  • ભાગીદારીમાં નુકસાની સહન કરવી પડે.
  • જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા રહે.
  • વેપાર ધંધામાં નુકસાન થવાની સંભાવના છે. માનસિક તાણ વધશે.

ધન (ભ, ધ, ફ, ઢ)

  • આ રાશિનાં જાતકો માટે શુક્રનું મિથુનમાં ગોચર ખૂબ ફાયદાકારક રહેશે.
  • શુક્ર ધન રાશિના 7 મા સ્થાનમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે.
  • આ સમય દરમિયાન, માત્ર તમને પૈસા જ મળશે નહીં.
  • પરંતુ સુખ શાંતિ અને સમૃદ્ધિનાં યોગ છે.

કુંભ (ગ, સ, શ, ષ)

  • શુક્રના રાશિ પરિવર્તન પછી, કુંભ રાશિના લોકોની પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • તેમને સંતાન તરફથી લાભ મેળવી શકે છે.
  • શત્રુઓનો પરાજય થશે.
  • વેપાર ધંધા કે નોકરીમાં ઉત્તમ સમયનો યોગ છે.
  • વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં તમને સફળતા મળશે.
  • પ્રેમ સંબંધ સફળ થશે.

મીન (દ, ચ, ઝ, થ)

  • શુક્ર મીન રાશિના ચોથા સ્થાનમાં પ્રવેશ કરશે,
  • જે સુખનું સ્થળ માનવામાં આવે છે.
  • આ સમયમાં આપને વાહન અથવા જમીનની ખરીદીનાં યોગ બને છે.
  • આ સમય આપનાં માટે ખૂબ જ શુભ રહેશે.
  • આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા રોકાણોથી લાંબા ગાળાના લાભ મળશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures