Siddhpur Highway
પાટણ એલસીબી પોલીસને દારૂની હેરાફેરીની બાતમી ના આધારે પાલનપુર સિદ્ધપુર હાઈવે (Siddhpur Highway) પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન કાર નંબર જી.જે 2 બી.પી 1720 દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાંથી કિંમત રૂપિયા 1,42,140ની 2040 બોટલો સાથે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તે સાથે ચાણસ્મા તાલુકાના સુણસરના રહેવાસી ઝાલા રોહિત મેરૂભાને ઝડપી પાડ્યો હતો.
આ પણ જુઓ : ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધ જાહેર કર્યું
આ મામલે પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ દારૂ ડેરના રહેવાસી ઠાકોર વિરસંગજી વાળાએ મંગાવ્યો હતો. પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલ કાર તેમજ દારૂનો જથ્થો મળી કુલ રૂ. 6,47,140નો મુદ્દામાલ જપ્ત કરી એલસીબી પી.એસ.આઇ એ.બી ભટ્ટે તપાસ હાથ ધરી છે. એલ.સી.બી પોલીસે આ મામલે પૂર્વ પોલીસ મથકે બંને શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
