જેતપુરના થાણાગાલોર ગામની પરિણાતાનો ગળે ફાંસો ખાય કર્યો આપઘાત
રાકેશ પીઠડીયા, જેતપુર : જેતપુરના થાણાગાલોર ગામની પરિણાતાનો ગળે ફાંસો ખાય કર્યો આપઘાત કરતા પરિવાર જનોમાં દુઃખનું મોજું ફરીવળ્યું હતું. ગળે ફાંસો ખાઈ આપઘાત કરનાર પરિણીતા રાધિકાબેન રમેશભાઈ ચાવડાના બે મહિના પૂર્વે જ લગ્ન થયેલ હતા.
મૃતક રાધિકાબેન હજુ બે દિવસ પૂર્વે જ પિયરીયા લાલપુર ગામેથી સાસરિયા થાણાગાલોર મુકામે પરત આવી હતી. મૃતકના પિતાએ ગઈકાલ આખો દિવસ રાધિકાને ફોન કરેલ પણ તેનો મોબાઈલ બંધ જ આવતો હતો. ત્યારે આજે વહેલી સવારે રાધિકાબેનના પતિ વિજય ધામેચાએ તેણીના પિતા રમેશભાઈને ફોન કરી આપઘાતની જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડીઆવ્યા હતા. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલ લવાયો હતો. જ્યાં સાસરિયા અને પિયારીયા પક્ષ વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું.
રાધિકાના પિતાએ તેણીના સાસરિયા સામે પોતાની પુત્રીને મરવા માટે મજબૂર કરી હોવાના આક્ષેપ કાર્ય હતા. મૃતકના પિતાએ દીકરીના સાસરિયા પક્ષ સામે મરવા માટે મજબૂર કર્યાની ફરીયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ