ગાંધીની જન્મજયંતિ નિમિત્તે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં ચતુર્વિધ કાર્યક્રમો સંપન્ન.

પોસ્ટ કેવી લાગી?

બાળકોના પોષણની ચિંતા કરી કોરોના વોરિયરની સાથે કુપોષણ વોરિયર તરીકે આંગણવાડી કાર્યકરોએ બજાવેલી ફરજ પ્રશંસનીય
-કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર

જો તમે ગુજરાતી હોવ તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

હેન્ડ વૉશિંગ ડે, માતા યશોદા એવોર્ડ, નંદઘરના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂર્હૂત તથા નંદઘર ઈન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશનના લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો

પાટણ જિલ્લાના હારીજ ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી. પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ (gandhi jayanti) નિમિત્તે યોજાયેલા ચતુર્વિધ કાર્યક્રમમાં હેન્ડ વૉશિંગ ડેની ઉજવણી ઉપરાંત કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. સાથે જ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જિલ્લાની ૭૫ આંગણવાડીના ઈ-ખાતમૂર્હૂત તથા ઈ-લોકાર્પણ સાથે NITA એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સ્વચ્છતાને જનઆંદોલન તરીકે શરૂ કરી સ્વચ્છતાના પરમ આગ્રહી પૂજ્ય બાપુને સાચી અંજલી આપવામાં આવી છે. જેનાથી આવનારી પેઢી સ્વચ્છતાને સંસ્કાર તરીકે અપનાવી પ્રધાનમંત્રીશ્રીના નવભારત નિર્માણના સંકલ્પને સાકાર કરશે.

આંગણવાડી કાર્યકરોનો ઉત્સાહ વધારતાં કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના મહામારીના કપરા કાળમાં આંગણવાડીની બહેનોએ સતત કર્મશીલ રહી તેમને સોંપવામાં આવેલી કામગીરી સુપેરે નિભાવી છે. બાળકોના પોષણની ચિંતા કરી કોરોના વોરિયરની સાથે કુપોષણ વોરિયર તરીકે તેમણે બજાવેલી ફરજ પ્રશંસનીય છે. માતા યશોદા એવોર્ડ વિજેતાઓને અભિનંદન આપતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કનૈયા જેવા બાળગોપાલનું લાલન-પાલન કરતી યશોદા સમાન કાર્ય કરતી આંગણવાડી કાર્યકર અને તેડાગરની કામગીરી ખરેખર ઉત્તમ છે.

નારી ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દરેક ઘરમાં શૌચાલય તૈયાર કરાવી રાજ્યને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નારી સન્માન જાળવવા ઉપરાંત ૧૮૧ અભયમ, નારી અદાલત, વ્હાલી દિકરી યોજના, મહિલા આઈ.ટી.આઈ. સહિતનું માળખું તૈયાર કરી રાજ્યની મહિલાઓ સન્માનભેર જીવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.

ગુજરાત રાજ્ય બિન અનામત આયોગના ઉપાધ્યક્ષશ્રી વિમલ ઉપાધ્યાયે જણાવ્યું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યકાળમાં રાજ્યના બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કુપોષણમુક્ત કરવા ઝુંબેશરૂપે શરૂ કરેલી કામગીરીના પરિણામે આજે ગુજરાત પોષણની બાબતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાટણ જિલ્લાના નવીન ૦૬ નંદઘરનું ઈ-લોકાર્પણ તથા ૬૯ નંદઘરનું ઈ-ખાતમૂર્હૂત કરવામાં આવ્યું હતું. સાથે સાથે નંદઘર ઈન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન(NITA)નું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામના આંગણવાડી કાર્યકરને કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે રૂ.૩૧,૦૦૦ તથા આંગણવાડી તેડાગરને રૂ.૨૧,૦૦૦ રોકડ રકમનો ચેક, પ્રમાણપત્ર તથા શિલ્ડ માતા યશોદા એવોર્ડ અંતર્ગત એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વ્હાલી દિકરી યોજનાના મંજૂરી હુકમોનું મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું

સમગ્ર વિશ્વ અને દેશભરમાં તા.૨જી ઓક્ટોબર- પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પૂજ્ય બાપુના વિચારને મૂર્તિમંત કરવા જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હારીજ ખાતે જિલ્લાકક્ષાના હેન્ડ વૉશિંગ ડેની ઉજવણી અંતર્ગત હાથ ધોવા અંગે જનજાગૃતિ કેળવવા કિશોરીઓએ હેન્ડ વૉશના સાત સ્ટેપ્સનું નિદર્શન કર્યું. સાથે સાથે જિલ્લાના કુલ ૧૩૨ સ્થળોએ ૧૩ હજારથી વધુ મહિલાઓ સહિત રાજ્યની પાંચ લાખ મહિલાઓ એક સાથે હેન્ડ વૉશનો પ્રયોગ કરી સ્વચ્છતાનો સંકલ્પ લીધો હતો.

કાર્યક્રમના શુભારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ દ્વારા સ્વાગત પ્રવચન કરી જિલ્લાની આંગણવાડી તથા પોષણ કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, હારીજ નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઑફિસર સુશ્રી રમિલાબેન ચૌધરી, અન્ય અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તથા આંગણવાડી કાર્યકર સહિતની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures