Gandhigram
- રાજકોટ શહેરના ગાંધીગ્રામ (Gandhigram) વિસ્તારમાં પિતાએ સગી દીકરીને માથામાં કપડાં ધોવાનો ધોકો મારીને હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે.
- દીકરીનો એક મુસ્લિમ યુવક સાથે પ્રેમ સંબંધ હતો.
- 20 વર્ષીય યુવતી છેલ્લા એક કે દોઢ વર્ષથી મુસ્લિમ યુવકને પ્રેમમાં હતી.
- તો પિતાને આ સંબંધ મંજૂર ન હતો. તેથી પુત્રી અવાર-નવાર આ યુવક સાથે રહેવા જવાની જીદ કરી હતી.
- તેથી પિતાએ આવેશમાં આવીને આ જે પુત્રીના માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો.
- આ બાદમાં યુવતીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.
- પરંતુ અહીં યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
- શહેરના ગ્રાંધીગ્રામ (Gandhigram) શાહનગર-4 ખાતે રહેતા ગોપાલભાઈ નકુમે તેની સગી દીકરી ઇલા નકુમને માથામાં લાકડાનો ધોકો માર્યો હતો.
- તેમના પાડોશમાં રહેતા વ્યક્તિએ આ અંગેની જાણ 108ને કરી હતી.
- આ બાદમાં ઇલાને બેભાન અવસ્થામાં હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.
- જો કે, હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ઇલાએ દમ તોડી દીધો હતો.
- દીકરીના માથામાં લાકડાનો ધોકો માર્યા બાદ પિતા ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
- આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરાર ગોપાલની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી.
- પોલીસની પૂછપરછમાં ગોપાલે સ્વીકાર કર્યો હતો કે તેની દીકરીને શિવપરા ખાતે રહેતા ફરદીન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો.
- આ મામલે છોકરા પક્ષ અને છોકરી પક્ષના લોકો એકઠા થયા હતા અને બંનેને સમજાવ્યા હતા.
- જોકે, ઇલા સમજી ન હતી અને આજે તેણે ફરીથી ફરદીન સાથે જવાની જીદ પકડી હતી.
- જે બાદમાં આવેશમાં આવી પિતાએ તેના પર હુમલો કર્યો હતો.
- દીકરી લોહીલુહાણ થઈને ઘરમાં જ ફસડાઈ હતી પડી.
- જે બાદમાં ગોપાલ ત્યાંથી ભાગી ગયો હતો.
- એવી પણ વિગત મળી છે કે ગોપાલ પહેલા શિવપરા ખાતે રહેતો હતો.
- પરંતુ દીકરીને પ્રેમ સંબંધ બંધાતા તેણી ઘર બદલ્યું હતું અને 15 દિવસ પહેલા અહીં રહેવા માટે આવ્યા હતા.
- ગોપાલે પોલીસને જણાવ્યું હતું કે આજે સવારે દીકરીએ નાસ્તો કરવાનો ઇન્કાર કર્યો હતો.
- ફરદીન સાથે લગ્ન કરવાની જિદમાં તે કંઈ ખાતી-પીતી ન હતી.
- આ વાતને લઈને સવારે પિતા-પુત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
- જે બાદમાં પિતાએ આવેશમાં આવીને દીકરી પર ધોકાથી હુમલો કર્યો હતો.
- તેમજ ઇલાની માતાનું પણ એક મહિના પહેલા બીમારીથી મોત થયું હતું
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow