‘વેક્સિન ટુરિઝમ’નુ પેકેજ બહાર પડયુ, જાણો શું છે પેકેજ

પોસ્ટ કેવી લાગી?

Vaccine Tourism

અમેરિકામાં ડિસેમ્બરના અંત સુધીમાં રસી મુકવાનુ શરુ કરાશે. કોરોના વાયરસની વેક્સિન ભારતમાં નવા વર્ષમાં આવે તેવી શક્યતા છે. ત્યારે હવે મુંબઈને એક કંપનીએ વેક્સિન ટુરિઝમ (Vaccine Tourism) ની ઓફર કરી છે. કંપનીએ 1.75 લાખ રુપિયામાં અમેરિકા જઈને રસી મુકવાનુ અને ચાર દિવસ રહેવાનુ પેકેજ બહાર પાડ્યુ છે. કંપનીએ ઓફર કરેલા પેકેજમાં મુંબઈથી ન્યૂયોર્ક આવવા જવાનુ ભાડુ, ચાર દિવસનો સ્ટે અને વેક્સિનનો એક ડોઝ સામેલ છે.

છેલ્લા કેટલાક દિવસથી આ પ્રકારનો મેસેજ વોટ્સ એપ પર વાયરલ થઈ રહયો છે. મેસેજમાં કહેવાયું છે કે સૌથી પહેલા કોરોના વેક્સિન મુકાવનારા લોકોમાંથી તમે પણ એક હોઈ શકો છો. જેવી અમેરિકામાં વેક્સિન ઉપલબ્ધ થશે અમે વીવીઆઈપી ક્લાયન્ટ માટે અમેરિકામાં રસી મુકાવાની વ્યવસ્થા કરવા માટે તૈયાર છે.

આ પણ જુઓ : BrahMos મિસાઈલના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ

કંપનીએ વેક્સિન ટુરિઝમ ડેવલપ કરવાનો દાવો કરતા કહ્યુ છે કે, આ તમામ કાર્યવાહી અમેરિકન કાયદા પ્રમાણે જ થશે. આ પેકેજ માટે એડવાન્સ કે ડિપોઝિટ આપવાની જરુર નથી. કંપની દ્વારા અમેરિકાના વિઝા માંગવામાં આવશે અને તે પછીની કાર્યવાહી અમેરિકાના કાયદા પ્રમાણે થશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures