ગાંધીનગર: ફેકટરીમાં વીજકરંટ લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત

પોસ્ટ કેવી લાગી?

Electric shock

ગાંધીનગર જિલ્લાના સાંતેજ-વડસર રોડ પર આવેલા મિલન એસ્ટેટમાં નવી બની રહેલી ફેક્ટરીમાં વીજકરંટ (Electric shock) લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. સાંતેજમાં નવી બની રહેલી ફેક્ટરીમાં શ્રમિકો શેડ બની રહ્યા હતા.

તે દરમિયાન આઠ શ્રમિકો લોખંડની સીડી ઉંચકીને લઇ જઇ રહ્યા હતા. તો આ સમય દરમિયાન ઉપરથી પસાર થતા હાઇટેન્શન વીજ વાયરને અડી (Electric shock) જતાં આ દુર્ઘટના ઘટી હતી. તેમજ આ દુર્ઘટનામાં 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત થયા.

મૃતકોમાં ચાર શ્રમિકો અમદાવાદના રહેવાસી છે. તથા આ દુર્ઘટનામાં અમદાવાદમાં રહેતા કાર્તિક બીસે ,મહેશ વશરામભાઈ ફુલેરા, ભાવુજી ઠાકોર, પંકજ હિંમતભાઈ વાલીયા અને ઝારખંડના બજરંગીરાય નારાયણરાયના મોત નિપજ્યા છે.

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તથા અકસ્માતથી મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures