Heritage tourism policy

Patan

પાટણ (Patan) શહેરમાં સી.આર.પાટીલના પ્રવાસ દરમિયાન તેઓએ અને તેમના નેતાઓએ રાણીની વાવ ટિકિટ વગર જ નિહાળી હતી. જેથી ટિકિટદર ભરપાઈ કરવાની માંગ કરાઈ હતી પરંતુ હજી સુધી તેની ભરપાઈ કરવામાં આવી નથી. જેથી બુધવારે પાલિકા કોર્પોરેટર સહિત કોંગ્રેસ દ્વારા ટિકિટના પૈસા ભરવા માટે પાટણના બજારમાં ભીખ માંગી એકત્ર થયેલ રકમ પીએમ ફંડમાં જમા કરાવી વિરોધ વ્યક્ત કરશે.

આ પણ જુઓ : Corona Vaccine : ભારતીય મહિલા વૈજ્ઞાનિકે કોરોના રસી તૈયાર કરી


ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પાટણના પ્રવાસે આવ્યા હતા જે 4 સપ્ટેમ્બરના રોજ પાટણમાં રાણીની વાવ નિહાળવા માટે ગયા હતા. ત્યારે તેમની તેમજ તેમના સાથે રહેલા નેતાઓ ટિકિટ વગર જ રાણીની વાવમાં પ્રવેશ્યા હતા. ત્યારે નેતાઓ અને પ્રજા તમામ માટે નિયમો સરખા હોઈ શહેરની વિરાસત નિહાળવાનો ટિકિટદર ભરપાઈ કરવામાં આવે તેવી પાલિકાના કોર્પોરેટર અને કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી તેમની સમક્ષ માંગ કરી હતી.

આ પણ જુઓ : પાટણ અનાવાડાથી 7 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરાયું

પરંતુ આ બાબતે ભાજપ દ્વારા કોઈ નોંધ લેવામાં ન આવતા ઉચ્ચારેલ ચીમકી અનુસંધાને બુધવારે 10 વાગે કોર્પોરેટર સહીત કોંગ્રેસના સભ્યો એકત્ર થઇ બજારમાં વેપારીઓ પાસે ભીખ માંગી એકત્ર થયેલ રકમ પીએમ ફંડમાં જમા કરાવવામાં આવશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.