• લોક રક્ષક દળ ભરતી પ્રક્રિયામાં જાહેર થયેલા પરિણામોમાં એસસી એસટી અને ઓબીસી મહિલા ઉમેદવારો મામલે ઉભી થયેલી વિસંગતતા દૂર કરવા માટે ભાજપના જ વધુ એક નેતા આગળ આવ્યા છે.
  • ભાજપના કેટલાક સાંસદો બાદ હવે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગૃહ રાજય પ્રધાન પ્રદીપ સિંહને એલઆરડી મુદ્દે ન્યાય આપવા માટે પત્ર લખતા ફરીથી આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચઢયો છે.અને ન્યાય માટે આ મુદ્દા ને અંગે ચર્ચા ચાલુ કરી દીધી છે.
  • રાજય સરકારની એલ આર ડી ની ભરતી વિવાદોમાં ફસાઈ ગઈ છે.
  • સરકારે જાહેર LRDના મેરીટને લઈ અનામત કેટેગરીની મહિલાઓ દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 38 દિવસથી આંદોલન કરી રહી છે. છતાં પણ સંવેદનશીલ ગણાતી સરકારના બહેરા કાને આંદોલનની ગુંજ હજુ સુધી સંભળાતી નથી.
  • રાજય સરકાર ના પરિપત્ર નો રદ અને LRDનું મેરીટ ફેર બહાર પાડવાની મુખ્ય માંગ કરી છે. આ આંદોલન ને લઇ ગુજરાત બીજેપી એસસી મોરચાના પ્રમુખ શંભુદાસ ટુંડીયા, સંસદ સભ્ય ડૉ. . કિરીટ સોલંકી, જુગલ ઠાકોર, પરબત પટેલ, માનનીય ધારાસભ્ય પ્રદીપ પરમાર, કરસનભાઈ સોલંકી સહીતના બીજેપીના નેતાઓએ મુખ્યપ્રધાનને મળીને રજુઆત કરી હતી જો કે હજુ તેનું કોઈજ પરિણામ આવ્યું નથી.
  • રાજય સરકાર દ્વારા ભરતી માટે નિયમો બહાર પાડ્યા હતા.
  • એસ સી, એસ ટી અને ઓ બી સીને લઈ પરિપત્રમાં ખાસ ઉલ્લેખ કરાયો હતો.
  • અનામત કેટેગરી ના ઉમેદવારો માટે અન્યાય કરતા છે. આ વિષય પર મહત્વની વાત તો એ છે કે, એસ સી, એસ ટી અને ઓ બી સીનો જનરલમાં એટલો જ અધિકાર રહેલો છે, આ પરિપત્રમાં આ અધિકાર એમની પાસેથી છીનવી લેવાયો છે, એમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય પરેશ વાઘેલાએ જણાવ્યું હતું.
  • પરિપત્ર અનુસાર LRDની ભરતી માટે 15 ઓગસ્ટ 2018ના રોજ જાહેરાત આપી હતી. જો કે આ પરિપત્રના કારણે ભરતી વિવાદમાં આવી હતી.
  • ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ સરકારે 30 નવેમ્બર 2019ના રોજ મેરીટ લિસ્ટ બહાર પાડ્યું હતું. જેની સાથે અનામત કેટેગરીની મહિલાઓનો રોષ ખૂબ જ ભડકી ઉઠ્યો હતો.
  • અનામત કેટેગરીની મહિલાઓની રજુઆત એ છે કે, રાજય સરકાર દ્વારા અનામત નીતિની પાલન કરવામાં આવ્યું નથી.
  • પૂર્વ મુખ્યપ્રધાન આંનદીબેન પટેલે 33 ટકા મહિલાઓને સરકારી નોકરીમાં અનામત આપવાની જાહેરાત કરી હતી પરંતુ તેમાં આ સરકાર દ્વારા 33 ટકા મહિલા અનામતના નિર્ણયનો અમલ કરાયો નથી. એમ વૈશાલીએજણાવ્યું હતું.
  • એલ આર ડી માં 9713 જગ્યાઓની અપાયેલ જાહેરાતમાં 3205 જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવી જોઈએ. તેના બદલે 3077 બેઠકો મહિલાઓ માટે રિઝર્વ રખાઈ છે.
  • જેમાં 478 સામાન્ય વર્ગ, 214 એસ સી, 823 ઓ બી સી અને 462 એસ ટી વર્ગની મહિલાઓ માટે અનામત રખાઈ છે.LRDની મહિલાઓની માંગ છે કે સરકારે 1-8-2018ના રોજ જાહેર કરેલ પરિપત્ર રદ કરવો જોઈએ જે અનામત કેટેગરીની મહિલાઓ માટે અન્યાય કરતા છે.
  • અનામત કેટેગરીની મહિલાઓ કરતા મેરીટ ઓછું હોવા છતાં તેમને નોકરીની તક આપવા માં આવી છે જે યોગ્ય નથી.
  • અનામત કેટેગરીની મહિલાઓનું મેરીટ ઊંચું હોવાથી તેમનો સમાવેશ જનરલ કેટેગરીની મહિલાઓના લિસ્ટમાં સમાવેશ કરવો જોઈએ જોકે સરકારે તેમ નહીં કરી ને અન્યાય કર્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024