Jamnagar
જામનગર (Jamnagar) જિલ્લામાં કાલાવડ તાલુકાના પીપર ગામની 14 વરસની એક સગીરા પર ચાર નરાધમોએ વારાફરથી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે ગેંગરેપ આચરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એક આરોપી સગીર હોવાથી અટકાયત કરી લઇ બાળ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે. આરોપીઓ સામે આઇપીસી કલમ 376 (ડી)(એ), 506-2 તથા પોક્સો એક્ટની કલમ 4-8 મુજબ ગેંગરેપનો ગૂનો નોંધવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના પીપર ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કરતા મૂળ શ્રમિક પરિવારની 14 વર્ષની પુત્રી પોતાના વાડીના મકાનમાં એકલી સુતી હતી. તે દરમિયાન ગત 20મી તારીખે રાત્રે દારૂના નશામાં ચકચૂર બનેલા મધ્યપ્રદેશના જ વતની એવા ગંજી ગેંગના ચાર શખ્સોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી. જે ચારેય શખ્સોએ સગીરાની એકલતાનો લાભ લઇ મોઢે ડૂચો દઈ વારાફરથી ગેંગરેપ કર્યો હતો, અને ભાગી છૂટયા હતા. જેમાં એક શખ્સ સગીર વયનો હતો.
આ પણ જુઓ : દરેક જિલ્લામાં અભિપ્રાયો લીધા બાદ સ્કૂલો શરૂ કરવા SOP નક્કી થશે
ભોગ બનનાર સગીરાએ પોતાનાં માતા-પિતાને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સગીરાની ફરિયાદના આધારે ચારેય નરાધમો સામે ગેંગરેપનો ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો. ગત 21મી તારીખે કાલાવડ ગ્રામ્ય પોલીસે ગંજી ગેંગના ચાર સભ્યો મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ચોખલી ગામના વતની દિનેશ કેરમસિંગ કટારીયા ઉપરાંત પનેરી ગામના હી-મેન ચેતનસિંગ બગેલ આદિવાસી જ્યારે બળીજીરા ગામ જોબટ તાલુકાના વતની સુનિલ ગુલાબસિંગ અજનાર આદિવાસીની અટકાયત કરી લીધી હતી. અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવી રહી છે.
આ પણ જુઓ : સબ ઈન્સ્પેક્ટર નંબર વગરની કારમાં બેસીને મહિલાઓની છેડતી કરતો હતો
દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાની જામનગરની જી.જી. હોસ્પિટલમાં તબીબી ચકાસણી કરવામાં આવી હતી, જ્યાં પણ તેણીની સાથે દુષ્કર્મ થયું હોવાનો પ્રાથમિક અહેવાલ મળ્યો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.