Delhi Police

Delhi Police

આરોપી સબ ઈન્સ્પેક્ટર નંબર વગરની કારમાં બેસીને રસ્તે જતી મહિલાઓ પર અશ્લીલ કમેન્ટ પાસ કરતો હતો અને વિરોધ કરે તો ત્યાંથી ભાગી જતો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે (Delhi Police) રસ્તાઓ પર પસાર થતી મહિલાઓની છેડતીના મામલે પોતાના જ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી લીધી છે. તેની નંબર વગરની કાર પણ જપ્ત કરવામાં આવી.

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આરોપ મુજબ નંબર વગરની કારમાં બેઠેલો એક યુવક મહિલાઓ સાથે અશ્લીલ હરકત કરીને ત્યાંથી ભાગી જતો હતો. છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં મહિલાઓની છેડતીની ફરિયાદો મળતી હતી. આ ફરિયાદો બાદ દ્વારકા વિસ્તારમાં પોલીસ સ્ટાફને સતર્ક કરવામાં આવ્યો. 

આ પણ જુઓ : 28 ઓક્ટોબરથી પશ્ચિમ રેલ્વે મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે

ત્યારબાદ બાતમીદારની સૂચના પર મહિલાઓ સાથે છેડતી કરતા આરોપીને પકડી લેવાયો. પોલીસે તેની વિરુદ્ધ  IPC ની કલમ 354 ડી હેઠળ કેસ દાખલ કરીને જેલમાં મોકલી દીધો છે. 

આ પણ જુઓ : દરેક જિલ્લામાં અભિપ્રાયો લીધા બાદ સ્કૂલો શરૂ કરવા SOP નક્કી થશે

આરોપીનું નામ પુનીત ગ્રેવાલ છે અને તે દિલ્હી પોલીસનો જ સબ ઈન્સ્પેક્ટર છે. તે હાલના દિવસોમાં દિલ્હી ટ્રાફિક પોલીસના ડિસીપીના PA તરીકે કાર્યરત હતો. આરોપી સ્પેશિયલ સેલમાં પણ રહી ચૂક્યો છે. આ સાથે જ ચોકીના ઈન્ચાર્જનો કાર્યભાર પણ સંભાળી ચૂક્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024