Ganstar Vikas dubey ની આ જગ્યાએથી કરાઈ ધરપકડ,જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?

Ganstar Vikas dubey

  • કાનપુરના ચૌબેપુરના વિકરુ ગામમાં આઠ પોલીસકર્મીની હત્યા કરીને ભાગી ગયેલા વિકાસ દુબે (Ganstar Vikas dubey) ની મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેર (Ujjain) ના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે.
  • ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ આ વાતની અધિકારિક પુષ્ટિ કરી દીધી છે.
  • મહાકાલ મંદિરના પોલીસ સ્ટેશન ખાતે (Ganstar Vikas dubey) એ સરેન્ડર કર્યું હતું.
  • પોલીસે ધરપકડ કરીને તેને કોઈ અજાણી જગ્યાએ લઈ ગઈ છે.
  • બીજી તરફ ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ ઉજ્જૈન જવા માટે રવાના થઈ ગઈ છે.
  • બુધવારે વિકાસ દુબેને ફરિદાબાદમાં જોવામાં આવ્યો હતો.
  • પરંતુ તે ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યો તેની પૂછપરછ કરવામાં આવશે.
  • પ્રાપ્ત વિગત પ્રમાણે (Ganstar Vikas dubey) મહાકાલ મંદિર પહોંચીને પોતે વિકાસ દુબે હોવાની બૂમો પાડવા લાગ્યો હતો.
  • જે બાદમાં અહીં હાજર પોલીસકર્મીએ તેની ધરપકડ કરી લીધી હતી.
  • જે બાદમાં ઉત્તર પ્રદેશ પોલીસને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
  • ધરપકડ બાદ એક તસવીર પણ ઉત્તર પ્રદેશ પોલીસને મોકલવામાં આવી હતી.
  • જે બાદમાં એ વાતની પુષ્ટિ થઈ હતી કે ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ વિકાસ દુબે જ છે.
  • (Ganstar Vikas dubey) એ મહાકાલ મંદિર ખાતે જ કેમ સરેન્ડર કર્યું તે મોટો સવાલ છે.
  • એવું કહેવાય છે કે જે વ્યક્તિ મહાકાલના દર્શન કરી લે છે તેને કોઈ મારી શકતું નથી.
  • આ કારણે જ મોતના ડરને કારણે વિકાસ દુબે મહાકાલના દર્શન કરવા પહોંચ્યો હોઈ શકે છે.
  • કારણ કે પોલીસે આ પહેલા વિકાસ દુબેના ત્રણ સાથીને એન્કાઉન્ટરમાં ઠાર કરી લીધા છે.
  • વિકાસ દુબેને પણ પોતાના એન્કાઉન્ટરનો ડર લાગી રહ્યો હોવાથી તે અહીં આવ્યો હોઈ શકે છે.
  • 8 પોલીસકર્મીઓની હત્યા મામલામાં ફરાર (Ganstar Vikas dubey) ના વધુ બે સાગરીતોને યૂપી એસટીએફ (UP STF)એ ગુરુવારે ઠાર માર્યા છે.
  • કાનપુરમાં એસટીએફ સ્ટાફની પિસ્તોલ છીનવીને ભાગી રહેલા પ્રભાત મિશ્રા ઉર્ફ કાર્તિકેયને પોલીસે ઠાર માર્યો હતો.
  • બીજી તરફ ઈટાવામાં પોલીસે વિકાસ દુબેના ત્રીજા સાથી પ્રવીણ ઉર્ફ બવ્વન શુક્લા (Bavvan Shukla)ને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.
  • બવ્વન પર 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું।
  • અને તેની વિરુદ્ધ વિકરૂ ગામમાં પોલીસ ટીમ પર થયેલા હુમલામાં સામેલ હોવાના આરોપમાં ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.
  • એએસપી આકાશ તોમરે જણાવ્યું કે આજે વહેલી પરોઢે 3 વાગ્યે મહેવા પોલીસ સ્ટેશનની હદના હાઈવે પર બકેવરની પાસે એક સ્વિફ્ટ ડિઝાયર કાર DL-1Z-A3602ને સ્કોર્પિયો સવાર ચાર બદમાશોએ લૂંટી લીધી.
  • ત્યારબાદ લગભગ 4:30 વાગ્યે પોલીસે તેમને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની હદના કચૌરા રોડ પર તેમને ઘેરી દીધા.
  • ત્યારબાદ પોલીસે કારનો પીછો કર્યો. ત્યારબાદ કાર એક ઝાડ સાથે ટકરાઈ ગઈ અને અપરાધીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.
  • પોલીસ તરફથી જવાબી ફાયરિંગમાં એક બદમાશને ગોળીઓ વાગી.
  • તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
  • તેની ઓળખ પ્રવીણ ઉર્ફ બવ્વન શુક્લા તરીકે થઈ છે.
  • 2 જુલાઈ એ (Ganstar Vikas dubey) ની ધરપકડ કરવા 3 પોલીસ સ્ટેશનના પોલીસે બિકરુ ગામમાં દરોડા પાડ્યા, વિકાસની ગેંગે 8 પોલીસકર્મીઓની હત્યા કરી દીધી.
  • 3 જુલાઈના રોજ પોલીસે સવારે 7 વાગે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડે અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટર કરી દીધું. 20-22 નામજોગ સહિત 60 લોકો સામે ફરિયાદ નોંધી.
  • 5 જુલાઈ એ પોલીસે વિકાસના નોકર અને ખાસ સહયોગી દયાશંકર ઉર્ફે કલ્લુ અગ્નિહોત્રીને ઘેરી લીધા. પોલીસની ગોળી વાગતા દયાશંકર ઘાયલ થયો. તેણે ખુલાસો કર્યો કે, વિકાસે પહેલેથી પ્લાનિંગ કરીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
  • 6 જુલાઈ ના રોજ  પોલીસે અમરની મા ક્ષમા દુબે અને દયાશંકરની પત્ની રેખા સહિત 3ની ધરપકડ કરી. શૂટઆઉટની ઘટના વખતે પોલીસે મદદ માટે ક્ષમા દેવીનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તેણે મદદ કરવાની જગ્યાએ બદમાશોને પોલીસનું લોકોશન જણાવી દીધું હતું. રેખાએ પણ બદમાશોની મદદ કરી હતી.
  • 8 જુલાઈએ  STFએ વિકાસના ખાસ અમર દુબેને ઠાર કર્યો. પ્રભાત મિશ્રા સહિત 10 આરોપીઓની ધરપકડ કરી.
  • 9 જુલાઈના રોજ પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે એન્કાઉન્ટરમાં ઠાર કરાયા. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures