Asia

  • સમગ્ર એશિયા (Asia) ખંડ માં સૌથી મોટા મનાતા સોલાર પાર્ક એવા ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપની માં સાંજના સાત વાગ્યેના સમયગાળા દરમિયાન શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
  • આગે વિકરાળ રૂપ ધારણ કરતા પ્લેટના કન્ટ્રોલ રૂમ અને લાઇટની પેનલો તેમજ સ્વીટચ યાર્ડમાં આગ લાગતા ટ્રાન્સફર્મર પર પણ આગ લાગતા પ્લાન્ટમાં ફેલાઇ ગઈ હતી.
  • જેમાં એક કરોડથી વધુની નુકશાની થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
Asia
  • એશિયા (Asia) નો સૌથી મોટા ગણાતા આ સોલાર પ્લાન્ટમાં આસપાસ ના વિસ્તાર ના અને ગુજરાત તેમજ આંતર રાજ્યના અનેક કર્મચારીઓ રોજગારી મેળવે છે.
  • પરંતુ આવડા મોટા પ્લાન્ટમાં કોઈ જ ફાયર ફાઇટર સુવિધા નહિ હોવાથી ભારે આશ્ચર્ય ફેલાયું છે
  • અને આટલા મોટા પ્લાન્ટ માં શા માટે ફાયર સેફટી અંગે વિચાર નહિ આવ્યો હોય તે વાત ભારે ચર્ચા ના પરિઘ માં રહેવા પામી છે.
  • ગત સાંજે સાત વાગ્ય ના સાત વાગ્યા ના અરસા માં આગ નો બનાવ બન્યો હતો.
  • જીપીપીસી પ્લાન્ટમાં લાગેલી ભયાનક આગને કારણે સોલાર પાર્કમાં કોઈ જ ફાયર ફાઇટર ની સુવિધા નહિં હોવાના કારણે બે કલાક બાદ પણ આગ પર કાબુ મેળવાયો નહોતો.
  • ભયાનક આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી.
  • ચારણકા સોલાર પ્લાન્ટમાં ભયાનક લાગેલી આગને આસપાસના સ્થિત પ્લાન્ટમાં પણ ટ્રીપિંગ આવતા પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી હતી.
  • ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપનીનો ચારણકા સોલાર પાર્કમાં બનાવવામાં આવેલો પ્લાન્ટ પાંચ મેગાવોટનો છે.
  • જેમાં પ્લાન્ટમાં પેનલો અને સ્વીટચ યાર્ડને મોટું નુકસાન થતા ફરીથી સોલાર પ્લાન્ટ કાર્યરત થતા અંદાજીત દોઢથી બે મહિના જેટલો સમય લાગી શકશે.
  • જેના કારણે જીપીપીસી પ્લાન્ટને રોજ નું ત્રણ લાખનું નુકશાનની થવાની શકયતા છે.
  • ચારણકા સોલરપાર્કના જીપીસીએલ ના ઇન્ચાર્જ હિતેશ પટેલ દ્વારા એ જણાવ્યુ હતું કે, જીપીપીસી કમ્પની માં લાગેલી આગ ઇન્ટરનલ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું જાણવા મળ્યું હતું।
  • તેમજ ફાયર ટેન્ડરની સુવિધા સોલાર પાર્કમાં નથી તેના કારણે આગને કાબુમાં લેવી મુશ્કેલ બની હતી.
  • તો આગથી કમ્પનીને એક કરોડ જેટલું નુકશાન થવાની શકયતા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024