Gangubai Kathiawadi

Gangubai Kathiawadi

બોલીવુડ નિર્દેશક સંજય લીલા ભણસાલી અને અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીમાં સાથે જોવા મળશે. સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) ફિલ્મ મેકિંગ દરમિયાન વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેર્શિત ફિલ્મ ગંગૂબાઇના લેખક હુસૈન જૈદીના પુસ્તક ‘માગિયા કીન્સ ઓફ મુંબઇ’ને આધારે બનાવવામાં આવી રહી છે. ગંગૂબાઇના રોલમાં આલિયા ભટ્ટ જોવા મળશે.

ગંગૂબાઇના પરિવારે ફિલ્મની કહાની પર આપત્તિ વ્યક્ત કરી ફિલ્મ મેકર્સ અને આલિય ભટ્ટ વિરૂદ્ધ બોમ્બે સિટી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો છે. ફિલ્મના લેખક હુસૈન જૈદી, સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટ વિરૂદ્ધ કેદ દાખલ કરાવ્યો છે.

આ પણ જુઓ : સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. રપ૯.૬૭ કરોડ મંજૂર થયા

કોર્ટે 7 જાન્યુઆરી 2021ના રોજ લેખક હુસૈન જૈદી, સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટને જવાબ આપવા માટે કહ્યું છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેર્શિત ફિલ્મ ગંગૂબાઇના લેખક હુસૈન જૈદીના પુસ્તક ‘માગિયા કીન્સ ઓફ મુંબઇ’ને આધારે બનાવવામાં આવી રહી છે. 


ગંગૂબાઇ કાઠિયાવાડી પોતાના સમયગાળામાં એક મોટી માફિયા ક્વિન હતી. ગંગૂબાઇ પતિએ તેમને ફક્ત 500 રૂપિયામાં વેચી દીધી હતી. ત્યારબાદથી જ ગંગૂબાઇ વેશ્યાવૃત્તિમાં લિપ્ત થઇ ગઇ હતી. તેમણે અસહાય અને જરૂરિયાતમંદ છોકરીઓ માટે ઘણું કામ કર્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024