garibo na anaj chor sanchalako zadpaya

પાટણ શહેરમાં સસ્તા અનાજની દુકાનોના કેટલાક સંચાલકો દ્વારા ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો નહીં આપીને સરકારી પુરવઠાનો જથ્થો બારોબાર સગે વગે કરતા હોવાની ગ્રાહકોમા બુમરાડ ઉઠતા પાટણ કલેકટર દ્વારા આ મામલે પાટણ પુરવઠા વિભાગના પ્રોબેશનરી ( IAS) વિદ્યાસાગર તથા પુરવઠા નિરીક્ષક ને આવી સસ્તા અનાજની દુકાનની તપાસ કરવાના આદેશ કરતા તેઓ દ્રારા શહેરના પીપળાગેટ વિસ્તારમાં આવેલ ધી પ્રગતિ ગ્રાહક સહ. મં. લી.ના સંચાલક અને છીડીયા દરવાજા નજીક આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક મનોજ ડી. બારોટ ને ત્યા ઓચિતી તપાસ હાથ ધરતા સંચાલકો દ્વારા કરાતી ગેરરીતિ ધ્યાનમાં આવતાં બન્ને સંચાલકો સામે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત એવી છે કે આ કામના તહો એ પોત પોતાની વાજબી ભાવની દુકાનો ઉપ૨ ગ્રાહકોને મળવાપાત્ર જથ્થો વિતરણ નહીં કરી તેમજ ગ્રાહકોને અનાજની મળવા પાત્ર કુપન નહીં આપી મળવાપાત્ર જથ્થા કરતા ઓછો જથ્થો આપી વધારાનો જથ્થો સગે વગે કરવાનો પ્રયત્ન કયૉ હોવાનું અધિકારીઓની તપાસ દરમ્યાન જણાઈ આવતાં આ ક્ષતિઓ બદલ બન્ને સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે એફ.આઈ.આર, દાખલ આગળ ની કાર્યવાહી પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

તો અધિકારીઓની સસ્તા અનાજની દુકાનો પર આકસ્મિક હાથ ધરવામાં આવેલ તપાસ ના પગલે ગેરરીતિ કરનારા સસ્તા અનાજની દુકાનોના સંચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024