૨૮ જાન્યુઆરીએ પાટણ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પાટણ ની સામાન્ય સભા મળી જેમા વષૅ ૨૦૨૧-૨૦૨૨ ૧૫માં નાણાપંચ ના વિકાસલક્ષી કામો મંજુર કરવામાં આવ્યા. તેમજ દરેક ગ્રામ પંચાયતોને બાકી રહેલ તાલુકા પંચાયત શેષ ની રકમ સત્વરે જમા કરાવવા સુચના આપવામાં આવી.
પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા પાટણ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા ફોગીંગ મશીન ફાળવવા તેમજ પાટણ તાલુકા મા ડ્રેનેજ ના પ્રોબ્લેમ ના નિવારણ સારૂ સક્સન કમ જેટીંગ મશીન મંજુર કરવા તેમજ પ્રાથમિક શાળામાં જ્યાં પણ વરસાદી પાણી ભરાઈ રહે તેવી પ્રાથમિક શાળામાં કાયમી ધોરણે આવી સમસ્યા નો હલ કરવા ગ્રાન્ટ ફાળવવા સુચનો કર્યા.
આ પ્રસંગે પાટણ તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલા, ઉપપ્રમુખ રુકશાનાબેન એહમદભાઈ શેખ, કારોબારી અધ્યક્ષ અમિતભાઈ પટેલ, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર, શાસક પક્ષ નેતા રમેશજી ઠાકોર દંડક ધેમરભાઈ દેસાઈ, વિરોધ પક્ષના નેતા સોહનભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી ડો.અરવિંદભાઈ પ્રજાપતિ તથા વિસ્તરણ અધિકારી ધનશ્યામભાઈ, નિકુંજભાઈ ટીકરીયા તથા તમામ તાલુકા પંચાયત સદસ્યો, કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.