Germany

Germany

જર્મની (Germany)ની એક યુનિવર્સિટીએ ઓફર આપી છે. અહીં કંઈ કામ કરવાનું નથી અને ઉપરથી મળશે 1.41 લાખ રૂપિયા. ‘ધ ગાર્ડિયન’ના રિપોર્ટ પ્રમાણે જર્મની (Germany)ના હેમબર્ગની યુનિવર્સિટી ઓફ ફાઇન આર્ટ્સ ‘idleness Grant’ ઓફર આપવાનો પ્લાન બનાવી રહી છે. આ હેઠળ યુનિવર્સિટીમાં કોઈ કામ વગર બેસવા માટે અરજીકર્તાને 1600 યૂરો આપશે. ભારતીય રૂપિયામાં આશરે 1.41 લાખ થાય છે. 

યુનિવર્સિટીના એપ્લીકેશન ફોર્મમાં કેટલાક સવાલ પૂછવામાં આવશે. જેમ કે તમે શું કરવા ઈચ્છતા નથી, તમે કેટલા સમય સુધી કોઈ કામ કરવા ઈચ્છતા નથી. આ એક પ્રકારનું રિસર્ચ છે. જેને ડિઝાઇન થિયરિસ્ટ ફ્રેડરિક વોન બોરિસે તૈયાર કરી છે. આ કોન્સેપ્ટ તેમનો છે. ફ્રેડરિકનું કહેવું છે કે, તેમનો ઉદ્દેશ્ય તે સમજવાનો છે કે ક્યા પ્રકારે સ્થિરતા અને ઉચ્ચ પ્રશંસા એક સાથે હાજર રહી શકે છે. 

આ પણ જુઓ : પતિ માસિક ધર્મ અને પ્રેગ્નન્સીમાં પણ શારીરિક સંબંધ માટે દબાણ કરતા પોલીસ ફરિયાદ

ફ્રેડરિક કહે છે, અમે સક્રિયતા-નિષ્ક્રિયતા પર ફોકસ કરવા ઈચ્છીએ છીએ. જો તમે કહો છે કે અમે એક સપ્તાહ સુધી અમારી જગ્યાએથી હટીશું નહીં. તો તે ખાસ વાત હશે. જો તમે ન ખસો અને ન વિચારો તો તે શાનદાર હશે.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : ‘Mirzapur 2’ની રિલીઝ ડેટ જાહેર કરાઈ

યુનિવર્સિટીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ માટે 15 સપ્ટેમ્બર સુધી એપ્લીકેશન કરી શકાય છે. જાન્યુઆરી 2021 સુધી ક્વોલિફાઇ કરવાનું છે, તેને આ રકમ ચુકવવામાં આવશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024