Mirzapur

Mirzapur

વેબ સીરીઝ મિર્ઝાપુર (Mirzapur)ની બીજી સીઝન આવી રહી છે. આ સીરીઝની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ‘મિર્ઝાપુર 2’ 23 ઓક્ટોબર 2020ના રોજ રિલીઝ થવાની છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેંદુ શર્મા, શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, હર્ષિતા શેખર ગૌડા, અમિત સિયાળ, અંજૂમ શર્મા, શીબા ચઢ્ઢા, મનુ ઋષિ ચઢ્ઢા અને રાજેશ તેલંગ જેવા કલાકારો આ વેબ સીરીઝમાં જોવા મળ્યા હતા.

એમેઝોન પ્રાઇમ વીડિયોની વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ (Mirzapur) ભારતમાં બનેલી કેટલીક સફળ વેબ સીરીઝમાંથી એક છે. નાના શહેરના ગેંગસ્ટર અને તેના ગુનાહિત દુનિયાથી સૌથી પ્રભાવિત થતા યુવાઓની સ્ટોરીને આ સિરીઝમાં રજૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ‘મિર્ઝાપુર સીઝન 2’ મુન્નાનું પાત્ર ઉભરી આવવાનું છે, જ્યાં તે કાલીન ત્રિપાઠીના ઉત્તરાધિકારી બનાવાની સાથે જ ગુડ્ડૂ પંડીત સાથે ટક્કર લે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.