Global Times
ચીનના અખબાર ધ ગ્લોબલ ટાઈમ્સે (Global Times) ભારતને વધુ એક વખત ધમકી આપી છે. આ અખબારે લખ્યુ હતું કે જો ભારત સીધી રીતે નહીં સમજે તો ચીને આક્રમણ કરવું પડશે. અને જો ચીન આક્રમણ કરશે તો ભારતની સ્થિતિ 1962 કરતા પણ ખરાબ થશે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું હતું કે ભારત-ચીન વચ્ચે સરહદ સ્પષ્ટ રીતે અંકાયેલી નથી, માટે આવા વિવાદો તો રહેવાના જ.
આ પણ જુઓ : કંગના રનોતનો કરણ જોહર પર આરોપ, ટ્વીટથી PM મોદીને કરી ફરિયાદ
ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારત પર આક્ષેપ કરતાં લખ્યું હતું કે ભારતીય સૈનિકો ચીનની જમીન પર ઘૂસી આવ્યા હતા. એ સંજોગોમાં તેમને પાછા હાંકી કાઢવા એ ચીનનો હક્ક છે. ભારત એવા ભ્રમમાં ન રહે કે અમેરિકા તેમને શક્તિશાળી ચીન સામે બચાવી શકશે. અત્યારે ચીની સેના એટલી સક્ષમ છે કે ભારતીય સૈન્યને 1962 કરતાં પણ વધારે નુકસાન કરી શકે છે.
આ પણ જુઓ : Uttarakhand border : ઉત્તરાખંડ સરહદે તણાવ, ભારતીય લશ્કરે વધુ જવાનો મોકલ્યા
ગ્લોબલ ટાઈમ્સે પોતાના લેખમાં આ રીતે ભારતને સ્પષ્ટ ધમકીઓ આપી હતી. આ અખબાર ચીની કમ્યુનિસ્ટ પાર્ટીનું છે અને એ પાર્ટી જ ચીનની સરકાર ચલાવે છે. 1962ના ભારત-ચીન યુદ્ધ વખતે ભારતે કેટલોક પ્રદેશ ગુમાવ્યો હતો, જે હવે ચીનના કબજામાં છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.