Uttarakhand border
લદ્દાખ સરહદે બાદ ચીને હવે ઉત્તરાખંડ સરહદે (Uttarakhand border) તણાવ સર્જવાનું શરુ કર્યું હતું. જેથી ભારતીય લશ્કરે તરત ત્યાં વધુ કુમક મોકલી આપી હતી. 3 સરહદો પર ભારતના જવાનોને સતર્ક કરવામાં આવ્યા છે. ભારત-ચીન, ભારત-નેપાળ અને ભારત-ભુતાન એમ ત્રણે સરહદો પર આપણા જવાનોને સતર્ક કરી દેવાયા હતા.
આ પણ જુઓ : JNUની વિદ્યાર્થિની દેવાંગના કલિતાને જામીન મળ્યા, જાણો સમગ્ર મામલો
ઉપરાંત કેન્દ્ર સરકારે ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કીમ અને લદ્દાખ સરહદે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ને પણ સતર્ક રહેવા કહ્યું છે. ઉત્તરાખંડ સરહદે વધુ કુમક મોકલવામાં આવી, સશસ્ત્ર સીમા બલ (SSB)ના જવાનોને સાબદા કરાયા છે.
ઉત્તરાખંડના કાલા પાની વિસ્તારમાં જ્યાં ભારત, ચીન અને નેપાળની સરહદો મળે છે ત્યાં ફરજ પરના જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. SSBની ત્રીસ કંપની એટલે કે ત્રણ હજાર સશસ્ત્ર જવાનોને ત્યાં મોકલી આપવામાં આવ્યા હતા.
આ પણ જુઓ : Pentagon એ ચીન વિશે કર્યો આ ચોંકાવનારો ખુલાસો
અગાઉ ચીને છેલ્લા ત્રણ દિવસમાં લદ્દાખ સરહદે ઘુસણખોરીના પ્રયાસ કર્યા હતા. ભારતના જવાનોએ ચીનની દરેક હિલચાલને અટકાવી દીધી હતી અને ચીનના ઇરાદાને સાકાર થવા દીધા નહોતા.ચીન પોતાની વિસ્તારવાદી નીતિના પગલે ઠેકઠેકાણે ઘુસણખોરી કરવા સતત પ્રયાસો કરતું રહ્યું હતું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.