Gold Silver Price Today : આજે સવારે 0.47 ટકાના ઉછાળા સાથે 58,277 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.42 ટકા ઉછળીને 67,475 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે. વૈશ્વિક મિશ્ર સંકેતો વચ્ચે સોનાએ બજેટ પછી નવી 58,660ની સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ કિંમત (Gold record price) બનાવી છે.
સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)
આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.47 ટકાના ઉછાળા સાથે 58,277 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.42 ટકા ઉછળીને 67,475 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)
ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે આજના અસામાન્ય ઉછાળા બાદ સોનું ફરી એકવાર રેકોર્ડ કિંમત નજીક પહોંચી ગયું અને માત્ર 383 રુપિયા સસ્તું મળી રહ્યું છે.