Gold Silver Price : સોના-ચાંદીનાં ભાવમાં સોમવારે તેજી જોવા મળી છે. લેટેસ્ટ ભાવ પર નજર કરીએ તો આજે 24 કેરેટ સોનાનો તોલા દીઠ ભાવ 60,330 રૂપિયા બોલાયો હતો. શુક્રવારે 60,270 રૂપિયા હતો. તો 22 કેરેટ ગોલ્ડનો ભાવ 55,300 રૂપિયા પ્રતિગ્રામ રહ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ થોડો વધારો જોવા મળ્યો છે. જેમાં એક કિલો ચાંદીનો ભાવ 73 હજાર રૂપિયા પર પહોંચી ગયો છે. જે અગાઉ 72,788 હતો. ઇન્ટરનેશનલ બજારમાં સોનાની કિંમત 0.72 ટકા ઘટી 1,955.50 ડોલર પ્રતિ ઔંસ છે. ચાંદી પણ અંદાજે 0.72 ટકા ઘટીને 23.58 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર છે.
સોના-ચાંદીના ભાવમાં ફેરફાર થવા માટેના કારણની વાત કરીએ તો આ અઠવાડિયામાં આરબીઆઇની મોદ્રિક નીતિ કમિટીની બેઠકના નિર્ણય અને ફેડ દ્વારા વ્યાજ દર પર મોટો નિર્ણય લેવામાં આવનાર છે. જેને લઈને સોનાં ચાંદીના ભાવમાં વધારઘટાડો નોંધાશે. મહત્વનું છે કે ગત સપ્તાહમાં સોના-ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી હતી. તેની પાછળનું કારણ અમેરિકા તરફથી ડેટ સીલિંગની લિમિટને વધારવા અને અમેરિકન ફેડ દ્વારા ફેડ વ્યાજદર વધારવા અંગે અસમંજશ હતું.
દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)
| શહેર | 22 કેરેટ | 24 કેરેટ |
| Chennai | ₹56,000 | ₹61,100 |
| Mumbai | ₹55,600 | ₹60,650 |
| Delhi | ₹55,750 | ₹60,800 |
| Kolkata | ₹55,600 | ₹60,650 |
| Bangalore | ₹55,650 | ₹60,700 |
| Hyderabad | ₹55,600 | ₹60,650 |
| Kerala | ₹55,600 | ₹60,650 |
| Pune | ₹55,600 | ₹60,650 |
| Vadodara | ₹55,650 | ₹60,700 |
| Ahmedabad | ₹55,650 | ₹60,700 |
| Jaipur | ₹55,750 | ₹60,800 |
| Lucknow | ₹55,750 | ₹60,800 |
| Coimbatore | ₹56,000 | ₹61,100 |
| Madurai | ₹56,000 | ₹61,100 |
| Vijayawada | ₹55,600 | ₹60,650 |
| Patna | ₹55,650 | ₹60,700 |
| Nagpur | ₹55,600 | ₹60,650 |
| Chandigarh | ₹55,750 | ₹60,800 |
| Surat | ₹55,650 | ₹60,700 |
| Bhubaneswar | ₹55,600 | ₹60,650 |
| Mangalore | ₹55,650 | ₹60,700 |
| Visakhapatnam | ₹55,600 | ₹60,650 |
| Nashik | ₹55,630 | ₹60,680 |
| Mysore | ₹55,650 | ₹60,700 |
આજના કારોબારી સત્રમાં વાયદા બજારમાં સોનાની કિંમતમાં 183 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને તે 59,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. અ ઉપરાંત વાયદા બજારમાં ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે. જુલાઇ મહિનાના કોન્ટ્રાક્ટમાં ચાંદીની કિંમત 356 રૂપિયા અથવા 0.49 ટકા ઘટીને 71,664 પ્રતિ કિલો પર આવી ગઇ છે. તેનો બિઝનેસ ટર્નઓવર 13,385 લોટ્સ રહ્યો છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
