UPSC

UPSC

  • UPSC ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે.
  • તમને જણાવાનું કે, ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવશે.
  • તો હવેથી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ UPSC ની તૈયારી પણ કરી શકશે.
  • યુનિવર્સિટી અને જય ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે આ સ્ટડી સેન્ટર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ થશે. 
  • તેમજ વિદ્યાર્થીઓ 24 કલાક રહીને અભ્યાસ કરી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
  • તથા અભ્યાસ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા, ઇન્ટરવ્યુના આધારે સિલેક્શન કરવામાં આવશે.
  • તો અત્યાર સુધીમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.
  • જો કે, હજી પણ વિદ્યાર્થીઓ સતત રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.
  • યુનિવર્સિટી દ્વારા 31 ઓગષ્ટનાં રોજ પ્રવેશ પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
  • તથા સપ્ટેમ્બરથી સિલેક્ટ થનારા વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ કરાવવામાં આવશે.
  • તેમજ યુનિવર્સિટી ખાતે મુંબઇ, કોલકાતા, પુણે અને બેંગ્લોરથી નિષ્ણાંતો માર્ગદર્શન આપવા માટે આવશે.
  • ઉપરાંત વિદ્યાર્થીઓ મહત્તમ સફળતા પ્રાપ્ત કરે તેવા પ્રયાસો કરશે. 
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ જણાવ્યું છે કે, જ્યારે ઉચ્ચ અધિકારીઓની કેબિનની બહાર નોન ગુજરાતીઓનાં નામ વાંચીએ ત્યારે ખુબ જ દુખ થાય છે.
  • ગુજરાતીઓનાં UPSC નું મેણુ ભાંગવા માટે સ્પીપા બાદ હવે ગુજરાત યુનિવર્સિટીએ પણ કમર કસી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024