- કોરોના વાયરસના સંક્રમણથી બચવા અંગેની માહિતી આપતી સરકારે ‘આરોગ્ય સેતુ’ નામની એપ્લિકેશન બનાવી હતી.
- આરોગ્ય સેતુ એપ મે મહિનામાં દુનિયાની ટોપ 10 ડાઉનલોડ થયેલી મોબાઇલ એપના લિસ્ટમાં તેનો સમાવેશ થઇ ગયો છે.
- આ અંગેની માહિતી શનિવારે નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે ટ્વીટ કરીને આપી હતી.
- મે મહિનામાં આરોગ્ય સેતુ સતત બીજી વખત દુનિયાભરમાં ડાઉનલોડ થતી ટોચની 10 મોબાઇલ એપ્લિકેશનમાંની એક બની છે.
- આ પણ જુઓ : જો તમે TikTok બનાવવાના શોખીન હોય તો સાવધાન રહો અને આવા વીડિયોઝને બિલકુલ બનાવો નહીં, એકાઉન્ટ થશે બંધ.
- 14 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ તેમના સંબોધનમાં લોકોને આ એપ ડાઉનલોડ કરવાની અપિલ કરી હતી.
- ભારતે COVID-19 અંગે જાગૃતિ અને લોકોને તેનાથી બચાવવા અર્થે આ એપને લોન્ચ કરી છે. લોકોએ તેને મોટી સંખ્યામાં ડાઉનલોડ કરી છે. જેથી આ એપ લોકપ્રિય બની છે.
#AarogyaSetu one of the top 10 downloaded mobile apps globally since launch, second month in running. India has led the way in effectively leveraging technology to combat the COVID-19 pandemic. pic.twitter.com/eVlR0phUBe
— Amitabh Kant (@amitabhk87) June 6, 2020
- માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરે મે 2020માં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી નોન ગેમિંગ એપ્સ અંગે એક અહેવાલ દ્વારા આ લિસ્ટમાં દુનિયાભરમાં મે 2020માં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ અંગે જાણકારી આપવામાં આવી છે.
- આ લિસ્ટમાં ‘આરોગ્ય સેતુ’ એપનો પણ સમાવેશ છે.
- Google App ગુગલ પ્લે પરથી ડાઉનલોડ કરાયેલા લિસ્ટમાં આ એપ 7માં નંબરે આવે છે.
- ઓવરઓલ ડાઉનલોડ લિસ્ટમાં આ એપ 8માં નંબરે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News