Paytm App

શુક્રવારના રોજ ગુગલે Google Play Store પરથી Paytm App ને હટાવી દીધી છે. પેટીએમને હટાવી દેવા મામલે ગુગલે કહ્યું કે, તેઓ કોઈ પણ ગેમ્બલિંગ (જુગાર) એપનું સમર્થન નથી કરતા. Paytm અને UPI એપ One97 Communication Ltd. દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એપને Google Play Store પર સર્ચ કરતાં તે જોવા નથી મળતી. જો કે, પહેલાથી Android સ્માર્ટફોન્સમાં ઇન્સ્ટોલ થયેલી એપ કામ કરી રહી છે.

Paytm પેમેન્ટ એપ (Paytm App) ઉપરાંત કંપનીએ અન્ય એપ્સ Paytm for business, , Paytm money, Paytm mall વગેરે Google Play Store પર હજુ પણ ઉપલબ્ધ છે. જોકે હજુ Paytm તરફથી એપને Google Play Storeથી રિમૂવ કરવાને લઈ કોઈ નિવેદન નથી આવ્યું.

ગુગલે તેના બ્લોગ પર લખ્યું કે, અમે ઓનલાઈન કસિનોને પરમિશન આપતાં નથી. કે પછી એવી કોઈપણ એપનું સમર્થન કરતાં નથી કે જે ગેમ્બલિંગની સુવિધા આપે છે. જો કોઈ એપ ઉપભોક્તાઓને કોઈ બહારની વેબસાઈટ પર લઈ જાય છે, જ તેઓને અસલી પૈસા કે રોકડ પુરસ્કાર જીતવા માટે પેમેન્ટ કરેલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પરમિશન આપે છે, તે અમારી પોલિસીનું ઉલ્લંઘન છે.

આ મામલે પેટીએમે (Paytm App) ટ્વિટ કરીને જાણકારી આપી છે કે Paytm App ડાઉનલોડ કે અપલોડ કરવા માટે Googleના Play Store પર અસ્થાગી રીતે ઉપલબ્ધ નથી. તે ખૂબ ટૂંકા સમયમાં પરત આવી જશે. આપ સૌના નાણા પૂરી રીતે સુરક્ષિત છે અને જેમની પાસે Paytm એપ પહેલાથી જ ડાઉનલોડેડ છે તે લોકો પોતાના પેટીએમ એપને સામાન્ય રીતે યૂઝ કરી શકો છો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024