un PM Modi

Agri Bill 2020

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કૃષિ બિલ (Agri Bill 2020) પર પોતાના વિચારો રજૂ કર્યા. કૃષિ બિલ અંગે વડાપ્રધાને કહ્યું કે, વિશ્વકર્મા દિવસના પ્રસંગે ત્રણ બિલ લોકસભામાં પાસ થયા. આ સુધારાઓથી ખેડૂતોને પોતાની ઉપજ વેચવાના વધુ વિકલ્પ મળશે અને વધુ અવસર મળશે.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, હું દેશભરના ખેડૂતોને આ બિલ (Agri Bill 2020)ને પાસ થવાને લઈ અનેક અભિનંદન પાઠવું છું. આ બિલ ખેડૂતો અને ગ્રાહકોને વચેટીયાઓથી બચાવવા માટે લાવવામાં આવ્યા છે.

કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે લાવવામાં આવેલા કેટલાંક બિલ (Agri Bill 2020) પર વિવાદ થઇ રહ્યો છે. તો કેન્દ્ર સરકારમાં શિરોમણી અકાલી દળ કોટાના મંત્રી હરસિમરત કૌર બાદલે બિલના વિરોધમાં રાજીનામું આપી દીધું. ઉપરાંત પંજાબ અને હરિયાણામાં ઠેર-ઠેર પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષી દળ પણ સરકાર પર મંડીઓને ખત્મ કરવા તથા ખેડૂતો માટે મુસીબત ઉભી કરવાનો આરોપ મૂકી રહ્યા છે.

તો આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બિલથી ખેડૂતોને ફાયદો જ ફાયદો છે. જે તેનો વિરોધ કરી રહ્યા છે, તેઓ અસલમાં ‘ખેડૂતોને દગો’ આપી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદીએ આગળ જણાવ્યું કે, કેટલાક લોકો જે દશકો સુધી સત્તામાં રહ્યા છે, દેશ પર રાજ કર્યું છે, તે લોકો ખેડૂતોને આ વિષય પર ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે. ચૂંટણી સમયે ખેડૂતોને લલચાવવા માટે તેઓ મોટી-મોટી વાતો કરે છે, પોતાના ઘોષણાપત્રમાં મૂકે છે અને ચૂંટણી બાદ ભૂલી જાય છે. અને આજે જ્યારે એ જ વસ્તુઓ એનડીએ સરકાર કરે છે, ખેડૂતોને સમર્પિત અમારી સરકાર કરી રહી છે તો તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024