The Government of India has issued an advisory for Indians living in Canada : કેનેડામાં વધતી જતી ભારતવિરોધી ગતિવિધિઓ અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે કેનેડામાં રહેતા ભારતીયો અને સ્ટુડન્ટ્સો ચેતી જાય, કારણ કે ત્યાં રહેતા ભારતીયો પ્રત્યે હેટક્રાઇમ વધી શકે છે, માટે કેનેડામાં રહેતા ભારતીયોએ અત્યંત સાવધાની રાખવી જોઈએ.

કેનેડા અને ભારતના વણસતા સંબંધો વચ્ચે બંને દેશના રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ આપી દેવાયા છે, કારણ કે કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પોષણ મળી રહ્યું છે અને ભારતવિરોધી ગતિવિધિઓ ચાલી રહી છે. દરમિયાન કેનેડાએ ભારત પર શીખ નેતાની હત્યાનો આરોપ લગાવતાં બંને દેશ વચ્ચે કડવાશ વધી છે. કેનેડામાં લાખો ભારતીયો રહે છે અને સ્ટુડન્ટ પણ ત્યાં રહીને ભણે છે.

કેનેડામાં ભારતીય હાઈકમિશન, ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સતત અહીંની અથોરિટીઝના સંપર્કમાં છે. સરકારે કેનેડામાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ખાસ સાવધાની રાખવાની સલાહ આપી છે અને હંમેશા સાવધાન રહેવા માટે કહેવાયું છે.

નાગરિકોને રજિસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું

સરકારે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને છાત્રાઓને ઓટાવામાં આવેલ હાઈ કમિશન અને ટોરેન્ટો તથા વેંકુવરના કોંન્સ્યુલેટમાં ખુદ જઈને રજિસ્ટર કરવા માટે કહ્યું છે. જેથી કોઈ ઈમરજન્સી સ્થિતિમાં તેમનો તરત સંપર્ક કરી શકાય. ભારતીય નાગરિક madad.gov.in. પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકશે.

ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે

મંગળવારે કેનેડા દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી બાદ ભારતના વિદેશ મંત્રાલયે પણ કેનેડામાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી હતી. કહ્યું- કેનેડામાં ચાલી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓને જોતા, ત્યાં રહેતા અથવા ત્યાં મુસાફરી કરતા નાગરિકોને ખૂબ જ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. તાજેતરના દિવસોમાં, એવું જોવામાં આવ્યું છે કે કેનેડામાં હાજર ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના ચોક્કસ વર્ગને ધમકી આપવામાં આવી રહી છે. આ એ લોકો છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે.

એડવાઈઝરી મુજબ – આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે અમારા નાગરિકોને સલાહ આપીએ છીએ કે તે વિસ્તારોમાં જવાનું ટાળે જ્યાં ભારત વિરોધી ગતિવિધિઓ થઈ છે. અમારું હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલ ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેનેડિયન સત્તાવાળાઓના સંપર્કમાં છે. કેનેડામાં બગડતી સુરક્ષા સ્થિતિને જોતા ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓ હાઈ કમિશન અને કોન્સ્યુલેટની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકે છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024