Police
રાજ્યના ગૃહ વિભાગ દ્રારા પોલીસ (Police) માં કુલ 7,610 નવી જગ્યાને મંજૂરી આપવામાં આવી છે. આ ભરતી ટૂંક સમયમાં હાથ ધરાશે. ગુનાઓ અટકાવવાની કામગીરી, વીવીઆઇપી બંદોબસ્ત માટે તમામ પોલીસ (Police) કમિશનરેટ તથા જિલ્લા યુનિટ અને રેલવે પોલીસ હસ્તકની તેમજ ડોગ સ્ક્વોડની જગ્યાઓ વધારવા ડીજીપીએ કરેલી દરખાસ્ત મુજબ બજેટમાં કુલ 10,506 જગ્યા મંજૂર કરાઈ હતી. આ માટે 115.10 કરોડની જોગવાઈ હતી. પરંતુ કોરોનાને કારણે ભરતીના બજેટમાં 100 કરોડનો કાપ મુકાતાં 15.10 કરોડની જોગવાઈ મુજબ 7,610 જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે.
પોસ્ટ | જગ્યા |
પોલીસ મહાનિરીક્ષક | 1 |
પોલીસ અધિક્ષક | 3 |
બિનહથિયારી નાયબ પોલીસ અધિક્ષક | 14 |
હથિયારી નાયબ પોલીસ અધિક્ષક | 4 |
મહિલા હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર | 1 |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 383 |
હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 107 |
હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર | 52 |
મહિલા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 2 |
પોલીસ સબ ઇન્સ્પેક્ટર(એમટી) | 3 |
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) | 30 |
બિનહથિયારી એએસઆઈ | 325 |
બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ | 952 |
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 2130 |
હથિયારી એએસઆઈ | 213 |
હથિયારી હેડ કોન્સ્ટેબલ | 473 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 1795 |
સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર | 10 |
ઇન્ટેલિજન્સ ઓફિસર | 42 |
આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર | 75 |
રેડિયો ટેક્નિશિયન | 12 |
કચેરી અધિક્ષક | 2 |
અંગત મદદનીશ | 4 |
મુખ્ય કારકૂન | 6 |
સિનિયર ક્લાર્ક | 20 |
જુનિયર ક્લાર્ક | 23 |
વાયરલેસ મેસેન્જર | 3 |
મહિલા એએસઆઈ | 4 |
મહિલા હેડ કોન્સ્ટેબલ | 14 |
મહિલા પોલીસ કોન્સ્ટેબલ | 10 |
મેડિકલ ઓફિસર | 1 |
ડોગ હેન્ડલર | 89 |
સફાઇકામદાર | 49 |
કેનાલ બોય | 14 |
પટાવાળા | 16 |
ફોલોવર્સ | 19 |
ડ્રાઇવર | 600 |
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.