વિશ્વનું સૌ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરમાં બનશે…

The world's first CNG terminal
ફાઈલ તસ્વીર
- Advertisement -

This browser does not support the video element.

CNG

ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આજે રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણીએ ભાવનગરમાં CNG ટર્મિનલ સ્થાપવા માટે મંજૂરી આપી દીધી છે. તો આ સાથે જ આખા વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. તથા ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગ્રુપ-કોન્સોર્રીયમ- ફોર સાઇટ ગૃપ પદ્મનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલિસ)ને પ્રોજેકટ ડેવલપર તરીકે મંજૂરી આપશે.

રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીકે ભાવનગરમાં આ CNG ટર્મિનલ આકાર પામશે. આ પ્રોજેક્ટમાં પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે. ગુજરાતમાં આ પ્રોજેક્ટ બનતા 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે મહત્વનું સ્થાન મેળવશે. જો કે, આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. CNG ટર્મિનલ પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ 1900 કરોડનું મૂડીરોકાણ થશે.

ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ વિકસાવવામાં આવશે. પ્રતિ વર્ષ 45 લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમજ શિપબ્રેકીંગ, શિપ રિસાયકલીંગ ઊદ્યોગમાં વિશ્વના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં વધુ એક યશકલગી બનશે.

CNG ટર્મિનલ કાર્યાન્વીન્ત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી 9 મિલીયન મેટ્રિક ટન થશે. રાજ્યમાં દહેજ અને હજીરામાં LNG ટર્મિનલ પછી વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરમાં થતાં વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત થશે.

સી.એન.જી. ટર્મિનલ પ્રોજેક્ટના પરિણામે ભાવનગર અને આસપાસના વિસ્તારોના યુવાઓ માટે લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખુલશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.