પેટ્રોલ અને ડીઝલની આકાશ આંબતી કિંમતોને પગલે કોંગ્રેસે  ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ભારત બંધના એલાન વચ્ચે અમદાવાદમાં શાહપુર હલીમની ખડકી પાસે બે AMTS બસમાં કરી તોડફોડ કરી હતી. જ્યારે વડોદરામાં બે એસ.ટી.બસો પર પથ્થરમારો થયો હતો. તેમજ રાજ્યના અન્ય સ્થળોએ બસના ટાયરની હવા કાઢી ચક્કાજામ કર્યો હતો. જેને પગલે પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

ahamdabad ૧

અમદાવાદ: લાલ દરવાજા લક્કી હોટલ પાસે કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, મનીષ દોશી સહિતના કોંગી નેતાઓની અટકાયત

  • ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી.
  • વસ્ત્રાપુરની એલ જે કોલેજ એનએસયુઆઈના કાર્યકરોએ બંધ કરાવી.
  • કાયદો અને વ્યવસ્થાને લઈને અમદાવાદ પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત, 3 DCP, 4 ACP, 30 PI, 150 PSI, 2300 પોલીસકર્મી, 800 હોમગાર્ડ અને
  • SRPની 2 કંપની સવારે 6 વાગ્યાથી ખડેપગે
  • ભારત બંધના એલાનના પગલે રાજ્યની એસ ટી બસ સેવા પર જોવા મળી અસર.
  • ભારતબંધ એલાનને પગલે થલતેજમાં કોંગ્રેસના કાર્યકરોએ વિદ્યાર્થીઓને સ્કૂલે લઈને જતી DPS સ્કૂલની બસને રોકી
  • ભારત બંધના એલાનને પગલે યુથ કોંગ્રેસના કાર્યકરોએ વેજલપુરની ઝાયડ્સ સ્કૂલ બંધ કરાવી
  • ભારત બંધનું એલાન વચ્ચે અજાણ્યા શખ્સોએ શાહપુર હલીમની ખડકી પાસે બે AMTS બસમાં કરી તોડફોડ.

કોંગ્રેસના ભારત બંધના પગલે અમદાવાદમાં શાહપુર, દાણીલીમડા અને મિરઝાપુરમાં એએમટીએસ અને બીઆરટીએસની બસો પર પથ્થર ફેંકવામાં આવ્યા છે. પથ્થરમારાને કારણે બસોના કાચ તૂટી ગયા છે. બંધને પગલે કોંગ્રેસ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ શહેરની અનેક સ્કૂલ અને કોલેજો બંધ કરાવી હતી.

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ રહેલા વધારાને પગલે કોંગ્રેસ તરપથી આપવામાં આવેલા બંધને પગલે શહેરમાં કોંગ્રેસ તરફથી અમુક પેટ્રોલપંપને પણ તાળાબંધી કરવામાં આવી હતી. ચાંદખેડામાં આવેલા તમામ પેટ્રોલ પંપ બંધ રહ્યા છે. તો પકવાન ચાર રસ્તા પર આવેલા પેટ્રોલ પંપ બંધ કોંગ્રેસે બંધ કરાવ્યા હતા.

બંધને પગલે શહેરની મોટાભાગની સ્કૂલો બંધ રહી છે. સવારે શરૂ થયેલી સ્કૂલ અને કોલેજોને એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ બંધ કરાવી હતી. એલ.ડી.આર્ટ્સ કોલેજ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ એનએસયુઆઈએ બંધ કરાવી હતી.

ચાંદખેડાની સાકાર સ્કૂલ ખાતે કોંગ્રેસના કાર્યકરો બળજબરીથી સ્કૂલ બંધ કરાવી હતી. પ્રિન્સિપાલે બાળકોનું ભણતર ન બગાડવાની વાત કરતા કાર્યકરોએ પ્રિન્સિપાલને મારવા લીધા હતા. સ્કૂલ-કોલેજ બંધ કરાવતા વિદ્યાર્થીઓએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે, વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે એ રીતે બંધનું એલાન કરવું જોઈએ. સ્કૂલ અને કોલેજો બંધ ન કરાવવી જોઈએ.

દાણીલીમડામાં કોંગ્રેસના કાર્યકરોએ બીઆરટીએસના રૂટમાં બેસી જઈને બસોને અટકાવી હતી. સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ આ વિસ્તારમાં આવેલી દુકાનો પણ બંધ કરાવી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024