ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન, 8 ડિસેમ્બરના રોજ પરિણામ
કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાત રાજ્યમાં થનારી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 01 ડિસેમ્બરના રોજ પહેલા તબક્કામાં અને 05 ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં ચૂંટણી થશે.
હિમાચલની સાથે જ ગુજરાતની ચૂંટણીના પરિણામ પણ 08 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. 10 ડિસેમ્બરના રોજ ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થશે. રાજ્યમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ જતાં તાત્કાલિક અસરથી આચારસંહિતા પણ લાગુ પડી ગઈ છે.
પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વોટિંગ
પહેલા તબક્કાના મતદાન માટે નોટિફિકેશન 05 નવેમ્બરે બહાર પડશે. બીજા તબક્કાના મતદાન માટે નોટિફિકેશન 10 નવેમ્બરે બહાર પાડવામાં આવશે. પહેલા તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર અને બીજા તબક્કા માટે 17 નવેમ્બર રહેશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યારે બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વોટિંગ થવાનું છે.
મતદાનનો પહેલો તબક્કો – 1 ડિસેમ્બરે મતદાન
ક્ચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ
મોરબી, નર્મદા, રાજકોટ, ભરૂચ
જામનગર, સુરત, દ્વારકા, તાપી
પોરબંદર, ડાંગ, જૂનાગઢ, નવસારી
ગીર સોમનાથ, વલસાડ, અમરેલી
મતદાનનો બીજો તબક્કો – 5 ડિસેમ્બરે મતદાન
બનાસકાંઠા, આણંદ, પાટણ, ખેડા
મહેસાણા, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ
અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, વડોદરા
અમદાવાદ, છોટાઉદેપુર
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ