The Morbi Pool tragedy

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાએ રાજ્યભરમાં ભારે હાહાકાર મચાવી દીધો છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. જે ગોઝારી ઘટના બાદ પોલીસ કાર્યવાહીનો ધમધમાટ પણ શરૂ કર્યો છે જેમાં સિક્યુરિટી ગાર્ડ સહિતના 9 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જે સમગ્ર ઘટના બાદ મુખ્યમંત્રીથી લઈ વડાપ્રધાન મોદી સહિત દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે. મોરબી દુર્ઘટના બાદ પોલીસની કાર્યવાહીનો ધમધમાટ ચાલુ છે.

મોરબી દુર્ઘટના બાદ પોલીસની કાર્યવાહીનો ધમધમાટ યથાવત છે. ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહની પૂછપરછમાં મોટું રહસ્ય ખુલવાની પણ ચર્ચા વહેતી છે. અગાઉ ચીફ ઓફિસરે દાવો કર્યો હતો કે, ફિટનેશ સર્ટી વગર પુલ શરૂ કરવાનો. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ અગાઉ વિવાદિત નવિદેન આપ્યું હતું કે, પુલનું લોકાર્પણ ક્યારે થયું તેની ખબર નથી. જે નિવેદન બાદ તપાસનીશ અધિકારી ડી વાય એસ પી ઝાલાની કચેરીએ ચીફ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે. ચીફ ઓફિસરની તપાસને લઈ વિવિધ તર્ક-વિતર્ક પણ શરૂ થયાં છે કે ચીફ ઓફિસરની પૂછપરછમાં દુર્ઘટનાને લઈ મોટી વિગતો સામે આવે છે કે કેમ. લોકો સવાલો પણ ઉઠાવી રહ્યાં છે કે, મોરબી  નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પૂછપરછ શરૂ કરવામાં આવી પણ ઓરેવા કંપની સામે કોઈ કાર્યવાહી કે એક્શન લેવાશે કે નહી. 

મોરબી પુલ દુર્ઘટના બાદ ઓરેવા કંપનીનો એક પત્ર પણ સામે આવ્યો હતો. ઓરેવા કંપનીએ 2020માં પાલિકાને પત્ર લખ્યો હતો. જેમાં પુલને રિપેર કરીને શરૂ કરવાની માંગ કરાઈ હતી. ટેમ્પરરી પુલ રિપેર કરીને શરૂ કરવા પત્ર લખ્યો હતો. ઓરેવા કંપનીએ જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2020 સુધી કંપનીને 6 વખત પત્ર લખ્યો હતો. વર્ષ 2017માં પાલિકાએ ઓરેવા કંપની સાથે કરાર પૂર્ણ કર્યો હતો. વર્ષ 2022માં ફરી કોન્ટ્રાક્ટ રિન્યુ કરાયો હતો.