Gujarat
પાંજરાપોળો માટે સરકારનો મોટો નિર્ણય, હવે 1થી 10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને 10 લાખ સુધીની સહાય મળશે
મુખ્યમંત્રી (Vijay Rupani) વિજય રૂપાણી સમક્ષ રાજ્યના પાંજરાપોળ સંચાલકો-મહાજનોએ પાંજરાપોળમાં રખાયેલા પશુધનને ઘાસચારો મેળવવામાં પડતી મુશ્કેલી અંગે કરેલી રજૂઆતનો સકારાત્મક ત્વરિત પ્રતિસાદ મળ્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા નવી યોજના જાહેર કરી છે.
શું શું આપશે સહાય?

પાંજરાપોળોને ટ્યુબવેલ બનાવવા સરકાર આપશે સહાય. સોલાર ઇલેક્ટ્રીક પેનલ , ઇરીગેશન સિસ્ટમ માટે અપાશે સહાય. ટ્યુબવેલ માટે રૂ.10 લાખ સુધીની સહાય અપાશે
1 થી 10 હેક્ટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળને સહાય મળશે. સોલર ઇલેક્ટ્રિક પેનલ માટે રૂ.8 લાખની મર્યાદામાં સહાય. ચાફકટર માટે રૂ.1.25 લાખ સુધીની સહાય. ગ્રીન ફોડર બેલર માટે મહત્તમ રૂ.3.50 લાખ સહાય
4-10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને સહાય મળશે. સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય. રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે 35 હજારથી 1.05 લાખની સહાય
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.