ગુજરાતમાં એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યમાં આવેલા 204 ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. ઓગસ્ટની ચોથી તારીખની સ્થિતિએ રાજ્યનાં કૂલ 204 ડેમોમાંથી આઠ ડેમો પર હાઇ એલર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. એક ડેમ પર એલર્ટ કરવામાં આવ્યું છે અને બે ડેમો પર વોર્નિંગ ઇશ્યૂ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર જે ડેમો પર હાઇ એલર્ટ કરવામાં આવ્યું છે તેમાં તાપીનાં દોસવાડા, નવસારીનાં જૂજ, કેલિયા, જૂનાગઢનાં ઓઝત (2), રાજકોટનાં આજી (3), રાજકોટનાં ન્યારી (2) વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં તેની કૂલ સંગ્રહશક્તિ સામે 59.13 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને હજુય આવક થઇ રહી છે.
મધ્ય ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં પડેલા અનરાધાર વરસાદને કારણે આ વિસ્તારમાં આવેલા 17 ડેમોમાં તેની કૂલ સંગ્રહશક્તિની સામે 45.35 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતનાં 13 ડેમોમાં 38.31 ટકા પાણી છે. સમગ્ર રીતે, ગજુરાતમાં તમામ ડેમોમાં તેની કૂલ સંગ્રહશક્તિની સરખામણીએ હાલ 42.96 ટકા પાણી ઉપલબ્ધ છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુય પણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદીની આગાહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.