ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની પસંદગી પણ કરી દેવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લડતા તમામ ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનું રજીસ્ટર પણ બનાવવાનું હોય છે. ઉમેદવારોએ રોજે રોજનો ખર્ચ હિસાબ લખવાનો પણ હોય છે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે. કાર્યક્રમમાં સભા-મંડપ, ફર્નિચર, વાહન ભાડા, પોસ્ટર, પ્રચાર સાહિત્ય, પ્રિન્ટીંગ, સાઉન્ડ સીસ્ટમ, હોટલ, ભોજન માટે ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે તેના માટે દરેકના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા નક્કી થયેલા ભાવ પ્રમાણે ચા ફોફીના 1 કપના 15 રૂપિયા, ચા કોફીના અડધા કપના 10 રૂપિયા, દૂધના એક ગ્લાસના 20 રૂપિયા, બ્રેડ બટનના 25 રૂપિયા, બિસ્કીટના 20 રૂપિયા, બટાકા પૌવાના 20 રૂપિયા, ઉપમાની એક પ્લેટના 20 રૂપિયા, લીંબુ પાણીના એક ગ્લાસના 10 રૂપિયા, મોટા સમોસા 2 નંગના 40 રૂપિયા, કટલેસ બે નંગના 30 રૂપિયા, 100 ગ્રામ ભજીયાના 30 રૂપિયા, સાદી ગુજરાતી થાળી
પૂરી અથવા રોટલી બેશાક દાળ ભાત પાપડ સલાડના 90 રૂપિયા, 150 મિલી દહીં છાશના 15 રૂપિયા, તાવો ચાપડી ઊંધિયુંના 90 રૂપિયા, પાવભાજીના 70 રૂપિયા, પુરી શાકના 40 રૂપિયા અને પરોઠા શાકના 70 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.