ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શરોને ખુશખબર આપવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી એનો અમલ શરૂ કરી દીધો છે, ત્યારે પ્રણાલી અનુસાર, ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર પણ પોતાના કર્મચારીઓ અને અધિકારીઓને પણ મોંઘવારી ભથ્થાનો લાભ આપવાની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યના સરકારી કર્મચારીઓને હવેથી 28 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે, જે અગાઉ 17 ટકા આપવામાં આવતું હતું.
આ લાભ તેમને સપ્ટેમ્બર માસના પગારથી જ મળશે.તેમણે આગળ કહ્યું હતું કે ગુજરાત સરકાર પણ હંમેશાં અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, તથા પેન્શરોને ચૂકવતું હોય છે. અત્યારસુધી આ લોકોને 17 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાતું હતું.