Ban on entry of heavy vehicles

ચાણસ્મા-ડીસા હાઈવે પર બની રહેલા ફ્લાયઓવરની કામગીરીના કારણે સર્વિસ રોડ પર સર્જાતા અકસ્માતો નિવારવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

પાટણ શહેરના નવજીવન સર્કલ પર ગંજબજારથી શરૂ કરી ટી.બી. ત્રણ રસ્તા તરફ હીરો હોન્ડાના શોરૂમ સુધી બની રહેલા ફ્લાયઓવરની કામગીરીના કારણે આપવામાં આવેલા સર્વિસ રોડ પર ભારે વાહનોની અવર-જવરના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. જેને ધ્યાને લઈ પોલીસ અધિક્ષકશ્રીની દરખાસ્તના પગલે જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીતસિંઘ ગુલાટી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી)થી મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ફરમાવવામાં આવ્યું છે કે, પાટણ શહેરમાં કલાક ૧૮.૦૦થી રાત્રીના કલાક ૨૧.૦૦ સુધી આવશ્યક ચીજ વસ્તુ સિવાયના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. સાથે જ શહેરમાંથી પસાર થતા ભારે વાહનની ગતિ મર્યાદા ૩૦ કી.મી. પ્રતિ કલાકથી વધુની રાખવાની રહેશે નહીં. આ ઉપરાંત શહેરમાંથી પસાર થતા ભારે વાહનોની પાછળના ભાગે વાહન માલીકનું પુરૂં નામ તથા સરનામું અને મોબાઈલ નંબર સહિત સ્પષ્ટ વાંચી શકાય તે રીતે દર્શાવવાનું રહેશે. આ જાહેરનામું તા.૦૩.૦૯.૨૦૨૧થી તા.૦૨.૦૯.૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ની જોગાવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ કરનાર સામે લેખિત ફરીયાદ નોંધાવવા માટે જિલ્લામાં ફરજ પરના હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.

ચાણસ્મા-ડીસા હાઈવે પર ગંજબજારથી શરૂ કરી ટી.બી. ત્રણ રસ્તા તરફ હીરો હોન્ડાના શોરૂમ સુધી ફ્લાયઓવર બ્રીજનું બાંધકામ ચાલી રહ્યું છે, જે આગામી દોઢ વર્ષ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. આ કામગીરીના કારણે ચાણસ્મા-ડીસા રોડ બંધ કરી સર્વિસ રોડ આપવામાં આવ્યો છે. આ સર્વિસ રોડ પર નાના તેમજ ભારે વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

સર્વિસ રોડ સાંકડો હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ રહે છે તથા યોગ્ય વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા ન હોઈ ભારે વાહનોની અવરજવરના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બને છે. આવનારા સમયમાં આવા અકસ્માતો ટાળી શકાય અને નિર્દોષ વાહન ચાલકનો જીવ ન જાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024