Groundnuts
ગુજરાત સરકાર દ્વારા મગફળી (Groundnuts) ની ખરીદીને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે યોજાયેલી કેબિનેટ બાદ અન્ન પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ મગફળી ખરીદીને લઇને મોટી જાહેરાત કરી છે.
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યાં છે. તો રાજ્યમાં લાભ પાંચમથી મગફળી (Groundnuts) ની ખરીદીની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. તથા રાજ્યમાં મગફળીની ખરીદી નાગરિક પુરવઠા નિગમ ખરીદી કરશે.
- Surat: વતનથી પરત ફરેલા 100 શ્રમિકો આવ્યા કોરોનાની ઝપેટમાં
- ACB એ લાંચ લેતા PSIને રંગેહાથ પકડ્યા: વડોદરા
અન્ન પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજ્યમાં લાભપાંચમથી મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ખેડૂતોને મુશ્કેલી ના પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ રાજ્યમાં નાગરિક પુરવઠા નિગમ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે.
મગફળી (Groundnuts) ની ખરીદીને લઇને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. આ અંગે મહેસૂલ-કૃષિ વિભાગના અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા મગફળીની ખરીદી પ્રતિ મણ રૂ.1055ના ભાવે થશે. તથા પુરવઠા નિગમમાં ખરીદી માટે પૂરતો સ્ટાફ પણ અપાશે.
- Matrimonial site: લગ્ન બાદ પુરૂષે મહિલા સાથે કર્યું કંઈક આવું…
- આ તારીખથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે School ખુલશે
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.