2017માં આ બેઠક પરથી ભાજપના પબુભા માણેક ચૂંટાયા હતા. હાઇકોર્ટના આદેશ બાદ હવે પબુભા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે.
- ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.
- ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે 2017માં યોજાયેલી દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.
- 2017માં આ બેઠક પરથી ભાજપના પબુભા માણેક ચૂંટાયા હતા.
- હાઇકોર્ટના આદેશ બાદ હવે પબુભા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે.
- ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય પબુભા માણેક સામે ચૂંટણી લડેલા મેરામણ ગોરિયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
- ગોરિયાએ દાવો કર્યો હતો કે પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ છે, આથી તેનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે.
મેરામણ ગોરિયા
- કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ જણાવ્યું હતું કે, “ચૂંટણી ફોર્મની પ્રક્રિયા દરમિયાન એવું માલુમ પડ્યું હતું કે પબુભા માણેકે તેમને ઉમેદવારી ફોર્મમાં “વિધાનસભા 82 દ્વારકા” લખ્યું ન હતું.
- આ બાબતે અમે તેનો વિરોધ કર્યો હતો. આ મામલે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકારના દબાણ હેઠળ અધિકારીઓએ ફોર્મ માન્ય રાખ્યું હતું.
- અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હતો. આજે સત્યની જીત થઈ છે. કોર્ટે આ ચૂંટણી રદ કરીને નવેસરથી ચૂંટણી યોજવાનો આદેશ કર્યો છે.”
આ વખતે કોંગ્રેસના ઉમેદવારની ડિપઝિટ જપ્ત થશે : ભાજપ
દેવભૂમિ દ્વારકાની ચૂંટણી હાઇકોર્ટ રદ કર્યા બાદ ભાજપ તરફથી રાજકોટથી બીજેપીના નેતા ધનસુખ ભંડેરીઓ જણાવ્યું હતું કે, આ બેઠક પર યોજનારા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થશે.