2017માં આ બેઠક પરથી ભાજપના પબુભા માણેક ચૂંટાયા હતા. હાઇકોર્ટના આદેશ બાદ હવે પબુભા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે.

  • ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.
  • ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે 2017માં યોજાયેલી દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.
  • 2017માં આ બેઠક પરથી ભાજપના પબુભા માણેક ચૂંટાયા હતા.
  • હાઇકોર્ટના આદેશ બાદ હવે પબુભા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે.
  • ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય પબુભા માણેક સામે ચૂંટણી લડેલા મેરામણ ગોરિયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
  • ગોરિયાએ દાવો કર્યો હતો કે પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ છે, આથી તેનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે.


મેરામણ ગોરિયા

  • કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ જણાવ્યું હતું કે, “ચૂંટણી ફોર્મની પ્રક્રિયા દરમિયાન એવું માલુમ પડ્યું હતું કે પબુભા માણેકે તેમને ઉમેદવારી ફોર્મમાં “વિધાનસભા 82 દ્વારકા” લખ્યું ન હતું.
  • આ બાબતે અમે તેનો વિરોધ કર્યો હતો. આ મામલે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકારના દબાણ હેઠળ અધિકારીઓએ ફોર્મ માન્ય રાખ્યું હતું.
  • અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હતો. આજે સત્યની જીત થઈ છે. કોર્ટે આ ચૂંટણી રદ કરીને નવેસરથી ચૂંટણી યોજવાનો આદેશ કર્યો છે.”

આ વખતે કોંગ્રેસના ઉમેદવારની ડિપઝિટ જપ્ત થશે : ભાજપ

દેવભૂમિ દ્વારકાની ચૂંટણી હાઇકોર્ટ રદ કર્યા બાદ ભાજપ તરફથી રાજકોટથી બીજેપીના નેતા ધનસુખ ભંડેરીઓ જણાવ્યું હતું કે, આ બેઠક પર યોજનારા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024